________________
૧૨૩
આલિબનાના મઠમાં “અમે તેને “મેરીઓ ભેગી મૂકીશું. “માર્થીઓ ભેગી નહિ!”
ઍફનુશિયસે પછી થાઈને પોતે કેવી રીતે અહીં આણી, તેની બધી વાત કહી સંભળાવી. તથા છેવટે ઉમેર્યું કે, તેને શરૂઆતમાં એક કોટડીમાં પાપ-પ્રક્ષાલન માટે એકાંત આપવું જોઈએ. અધ્યક્ષા-માતા એમાં સંમત થયાં, અને થાઈને એક ઝુંપડી આગળ લઈ ગયાં. એક પવિત્ર બ્રહ્મચારિણીના મૃત્યુ પછી તે કોટડી ખાલી જ રહેતી હતી. તેની સાંકડી જગામાં એક પથારી, એક મેજ, અને એક કૂજો – એટલી વસ્તુઓ હતી. - થાઈ જ્યારે એ કોટડીનો ઊમરો ઓળંગીને અંદર પેઠી, ત્યારે તેનું હૃદય અવર્ણનીય આનંદથી ઊભરાવા લાગ્યું.
ઍફનુશિયસે કહ્યું, “હું આ બારણાને મારે હાથે બંધ કરી, સીલ મારવા ઇચ્છું છું. ભગવાન ઈશુ ખ્રિસ્ત જાતે આવીને પોતાને હાથે તે સીલ તોડી નાખે, ત્યારે જ થાઈ બહાર નીકળે !”
આટલું કહી, તે પાસેના ઝરણા પાસે ગયો. ત્યાંથી ખોબો ભરીને ભીની માટી લઈ આવ્યો; પછી પોતાનું ઘૂંક અને માથાના વાળ તેમાં ભેળવી, બારણું બંધ કરી, ચોકઠા પાસેની તેની પટ્ટી ઉપર એ લોંદો સીલ તરીકે તેણે લગાવી દીધો.
થાઈ એ કોટડીની બારી આગળ શાંતિપૂર્વક પ્રસન મુખે ઊભી ઊભી આ જોતી હતી.
પછી ઑફનુશિયસ ત્રણ વખત પરમાત્માની જય' પોકારી, ધીમે ધીમે ત્યાંથી પોતાના મઠ તરફ વિદાય થયો.
આલ્બિનાએ હવે પોતાની એક બ્રહ્મચારિણીને બોલાવીને કહ્યું, “દીકરી! થાઈને જરૂરી એવી ચીજો તું તેને બારીએથી આપી આવ – રોટી, પાણી અને ત્રણ કાણાંવાળી વં!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org