________________
૨૪ મહાપ્રસ્થાન
કેટલાક વેપારીઓ,– જેમણે વેચેલા માલના પૈસા થાઈ પાસેથી લેવાના બાકી હતા, તેઓએ થાઈના આશક જુવાનિયાઓને ઉશ્કેરવા માંડયા. તેવો એક જણ થાઈ પાસે જઈ, તેનો હાથ પકડી, તેને બાજુએ આવવા સમજાવવા લાગ્યો. પણ એટલામાં પૅનુશિયસે ઝટ વચ્ચે પડી પેલાને ધક્કો માર્યા. તે ગબડતો ગબડતો પેલી હોળીની પાસે જઈને પડયો. ઑફનુશિયસ તેના તરફ જોઈ ઘૂરકીને બોલ્યો —“ હરામજાદા, બદમાશ ! ખબરદાર જો થાઈને હાથ લગાડયો તો! હવે તે ઈશ્વરને સમર્પિત થઈ ચૂકી છે.”
પણ પેલા દુકાનદાર-વેપારીઓ હવે પૅનુશિયસને જ ખતમ કરવા કટિબદ્ધ થઈ ગયા. મુક્કાઓ અને દંડા ઉગામતા તથા “મારો” “મારો” એવી બૂમો પાડતા તેઓ પૅફનુશિયસને ઘેરી વળ્યા; અને તેને ઊંચકીને પેલી સળગતી હોળીમાં નાંખવાના પોકારો કરવા લાગ્યા.
ૉનુશિયસ તરત એક કૂદકે થાઈ પાસે જઈ પહોંચ્યો અને તેને છાતી સરસી દબાવી લઈને બોલ્યો -“ નાપાક બદમાશો! આ કબૂતરીને ઈશ્વરના ગરુડ પાસેથી ખૂંચવી લેવા પ્રયત્ન કરવાને બદલે, તેનો દાખલો લઈ, તમારી મિથ્યા ધનસંપત્તિનો ત્યાગ કરી, પવિત્ર જીવન ગાળવા તૈયાર થાઓ ! તમારાં પાપોનો પસ્તાવો કરો ! અને રડતા રડતા પ્રાર્થના કરો; નહિ તો ઈશ્વરી કોપ તમારા અનાચારોને વધુ વખત સાંખી નહિ લે! જયારે તે તમારાં પાપોની સજા કરવાનું શરૂ કરશે, મારે તમારાં માં આવાં નહિ રહે! તમે બધા સડતી ગંદકીનાં ઠામ છો, અને ઈશ્વરની કરુણાને લીધે જ હજુ સુધી માનવ દેહધારી રહ્યા છો.
,,
Jain Education International
૧૧૪
For Private & Personal Use Only
www.jainelibrary.org