________________
મહાપ્રસ્થાન
૧૧૫
આ બધું બોલતી વખતે તેની આંખોમાંથી અંગારા વરસવા લાગ્યા હતા અને તેની નજીક ઊભેલાઓ તો તેના હોઠમાંથી નીકળતા શબ્દોથી પ્રભાવિત થઈને જડસડ બની ગયા. પરંતુ પાછળ ઊભેલાઓએ હવે પથ્થર ભેગા કરી પેલા કંગાળ-દરિદ્રોના હાથમાં મૂકવા માંડયા, અને તેમણે દૂરથી પૅફનુશિયસ ઉપર જોરથી પથ્થર-મારો શરૂ કર્યો. એક પથ્થર પૈફનુશિયસના મોં ઉપર બરાબર વાગ્યો અને તે ઘામાંથી ધડ ધડ વહેવા લાગેલું લોહી, તેની છાતીએ વળગાડી રાખેલી થાઈના માથા ઉપર દીક્ષા-જળની પેઠે સીંચાયું. થાઈ બિચારી ઍફનુશિયસના સખત આલિંગનથી આમેય રંધાઈ રહી હતી, તે આ લોહીના છંટકાવથી ગાભરી બની ગઈ.
તે જ વખતે અચાનક એક સુંદર પોશાક પહેરેલો માણસ, લોકોના ઝનૂને ચડેલા ટોળાને બળપૂર્વક ચીરીને જગા કરતો, અંદર આવીને ઊભો રહ્યો અને બોલ્યો –“ખબરદાર! આ તપસ્વી મારો ભાઈ
થાય છે!”
એ આગંતુક માણસ નિસિયાસ હતો. થાઈને ત્યાં રાત દરમ્યાન આપઘાત કરીને મરી ગયેલા યુક્રાઇટિસના મડદાને ઠેકાણે પાડી, તે હવે પોતાના ઘર તરફ પાછો ફરતો હતો; તેવામાં થાઈના આંગણામાં આગ અને હુલ્લડબાજીનું ધાંધલ મચેલું જોઈ, તે ત્યાં આગળ દોડી આવ્યો હતો.
અંદર આવીને તેણે જોયું તો થાઈએ ખરબચડો જન્મો ધારણ કર્યો હતો, અને તેને ઝાલીને ઊભેલા પેફનુશિયસ ઉપર પથ્થરમારો ચાલી રહ્યો હતો.
નિસિયાસ છેવટે ફિલસૂફ પ્રકૃતિનો માણસ હતો. એટલે, વાદવિવાદમાં તેની દલીલો ગમે તેટલી ધારદાર નીવડે, પણ લોકોના આ ટોળા આગળ તેની એ શક્તિ કશી કામ લાગે તેમ ન હતી.
પથ્થરમારો વધતો જ ગયો – અને નિસિયાસ હતાશ થઈને, ‘જેવી દેવોની મરજી'. એમ કહી ચૂપ થઈ ગયો. પણ એટલામાં તેને એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org