________________
૧૧૬
તપસ્યા અને નિગ્રહ તુક્કો ફુરી આવ્યો. તેણે તરત પોતાની કમરેથી સિક્કા ભરેલી થેલી હાથમાં લીધી અને તેમાંથી સોના-ચાંદીના સિક્કાની મૂઠી ભરીને પથ્થરમારો કરતા પેલા કંગલાઓ તરફ ફેંકી. સોના-ચાંદીના સિક્કા આસપાસ વરસતા જોઈ, તરત એ બધા, હાથમાંના પથરા ફેંકી દઈ, એ સિક્કા વીણી લેવા પડાપડી કરવા લાગ્યા: નવો જ તમાશો શરૂ થયો!
પછી તો સિક્કા વીણવા પડાપડી કરતા એ બધાને જોવાનો આનંદ જ કેટલાક જુવાનિયાઓને એટલો બધો આવવા લાગ્યો કે, તેમણે પણ પોતપોતાની થેલીઓ એ બધા ટોળા ઉપર વરસાવવા માંડી! પૈફનુશિયસ પરની પથ્થરબાજી બાજુએ રહી ગઈ !
એ મોકાનો લાભ લઈ નિસિયાસ તરત પેફનુશિયસ તરફ દોડી ગયો, અને પોતાનો જન્મો તેના ઉપર ઢાંકી દઈ, તેને તથા થાઈને ખેંચતો ખેંચતો આડશેરીઓમાં થઈ દૂર ભગાડી ચાલ્યો. થોડી વાર એમ ચૂપચાપ દોડ્યા પછી, હવે કોઈ પીછો કરતું નથી એવી ખાતરી થતાં, એ ત્રણ જણ જરા સાંસતાં થયાં. નિસિયાસે હવે મજાક સાથે છતાં ખિન્નતાભર્યા અવાજે કહ્યું –
તો થાઈનો બધો ખેલ ખલાસ કેમ? મારો આ રાની મિત્ર હવે થાઈને જ્યાં દોરી જશે ત્યાં તે જવાની?”
થાઈએ જવાબ આપ્યો, “સાચી વાત છે, નિસિયાસ; મને હવે તમારા જેવા સદા-હસતા, સદા-સુગંધિત, કેવળ આત્મ-રાગી માણસો સાથે જીવવાનો કંટાળો આવ્યો છે. જ્ઞાત વસ્તુઓથી મને કાંઈ તૃપ્તિ . ન થતી હોવાથી, અજ્ઞાત વસ્તુઓની શોધમાં હવે હું ચાલી જાઉં છું. અત્યાર સુધી ‘આનંદ’ નામે ઓળખાતી ચીજ ભોગવ્યા જ કરતાં છતાં તે મને તૃપ્તિ આપી શકી નથી. હવે આ તપસ્વી મને એમ કહે છે કે, આપણે બધા જેને વિષાદ માનીએ છીએ, તેમાં જ સાચો આનંદ મળે તેમ છે. અને મને પણ લાગે છે કે, કદાચ એમનું કહેવું સારું હોય.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org