________________
કોસનો ટિમોકિલાસ એમ રહ્યું નહિ. છેવટે, આખા એશિયાનાં બજારોમાંથી જોઈએ તેટલા ખાદ્ય પદાર્થો ખરીદી શકે તેવી સંપત્તિવાળો એ માણસ ભૂખથી જ મરણ પામ્યો!
તેમના પછી મારા હાથમાં તેમની બધી મિલકત આવશે, એ વાતનું તેમને છેવટના દિવસેમાં ખૂબ ખૂબ દુ:ખ રહેતું હતું. અને વાત પણ ખરી હતી. મારા હાથમાં તેમની મિલકત આવતાં જ હું વેપારધંધો છોડી, જ્ઞાનપ્રાપ્તિ અર્થે પ્રવાસે નીકળી પડ્યો. હું ઇટાલી, ગ્રીસ અને આફ્રિકા એમ ઘણા દેશો ફરી વળ્યો; પણ મને એક પણ ડાહ્યો તથા સુખી માણસ જોવા ન મળ્યો. મેં આથેન્સ અને અલેક્ઝાન્ડ્રિયામાં રહી ફિલસૂફીનો અભ્યાસ કર્યો. છેવટે ફિલસૂફોના બરાડિયા તર્કોથી મારા કાન બહેરા થઈ ગયા, અને તે બધું છોડી, ફરતો ફરતો હું દૂર ભારત સુધી જઈ પહોંચ્યો. ત્યાં ગંગાનદીને કિનારે મેં એક દિગંબર પુરુષને પદ્માસન વાળીને બેઠેલો જોયો. એ સ્થિતિમાં હાલ્યા ચાલ્યા વિના તે ત્રીસ વર્ષથી બેઠેલો હતો, એમ મેં સાંભળ્યું. તેના શરીર ઉપર વેલા વીંટળાઈ વળ્યા હતા અને તેના વાળમાં ચકલાંએ માળા કર્યા હતા !
તેનું દર્શન થતાં જ મને મારા બે ભાઈ, મારી ભાભી, અને મારા પિતા સૌ યાદ આવ્યાં. મને તરત જ સમજાઈ ગયું કે, લોકો દુ:ખી થાય છે તેનું કારણ એટલું જ છે કે, તેઓને જે વસ્તુ પ્રિય લાગતી હોય છે, તે તેમના હાથમાંથી ચાલી જાય છે; અથવા જયાં સુધી તેમની પાસે હોય છે, તે દરમિયાન પણ તે ચાલી જવાની બીક તેમને રહ્યા કરે છે; ઉપરાંત જે વસ્તુ તેમને અપ્રિય લાગતી હોય છે, તે તેમના ઉપર પરાણે આવી પડે ત્યારે તેને તેઓ ટાળી શકતા નથી. માટે પ્રિય-અપ્રિયની ઝંઝટમાંથી નીકળી જવું, એ જ સુખી થવાનો માર્ગ છે. મને એ ભારતીય દિગંબર ખરેખર જ્ઞાની અને ડાહ્યો લાગ્યો. એટલે હું પણ હવે તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org