________________
૫૪
તપસ્યા અને નિગ્રહ તેનો પિતા, જૂના જમાનાના ફારો બાદશાહની પેઠે, પગ ઉપર પગ ચડાવીને બેઠો બેઠો જ ઘરમાં હકૂમત ચલાવતો; અને તેની મા તેના પાતળા શરીરે અને તીણે અવાજે, ભૂખી બિલાડીની પેઠે, ઘરમાં આમ તેમ દોડધામ કર્યા કરતી. પડોશીઓમાં તો એવી માન્યતા હતી કે, તેની મા વસ્તુતાએ ડાકણ હતી અને રાતે દાવડી બની તેના પ્રીતમોને મળવા ઊડી જતી.
થાઈ નાની હતી તોપણ સમજતી કે, એ બધાં ખોટું કહેતાં હતાં; તેની માતામાં એક અવગુણ હોય તો તે એટલો જ હતો કે, તે બહુ પાજી પ્રકૃતિની હતી અને દિવસની કમાણી આખી રાત જાણે બેઠી બેઠી ગણ્યા કરતી.
આમ, આળસુ પિતા અને પાજી માતાએ થાઈને, વાડામાંનાં મરઘાં, બતકાંની જેમ, આપમેળે જેવું અને જેટલું જીવી શકાય તેટલું જીવવા છૂટી મૂકી હતી. ધીમે ધીમે થાઈ, દારૂ પીને ભાનભૂલા બનેલા ખલાસીઓના કમરપટાની કોથળીઓમાંથી, એક પછી એક કરી, બને તેટલું પરચૂરણ કાઢી લેવામાં હોશિયાર બની ગઈ. ખલાસીઓ તેને ઘૂંટણ ઉપર બેસાડી, ફાવે તેવાં ગીતો ગવરાવતા અથવા બીભત્સ શબ્દો બોલાવતા, જેનો અર્થ એ તે વખતે સમજતી નહિ. ખલાસી
ઓ તેને મોંએ એ બધું સાંભળી રાજી થતા થતા, એક પછી એક તેને પોતાના હાથમાં લઈ, પોતાના દારૂભીના હોઠ અને ખાંપા જેવી દાઢી સાથે તેના કમળા ગાલને વારંવાર ચૂમ્યા કરતા. પછી થાઈના હાથમાં બક્ષિસનો કે ચોરીનો એકાદ સિક્કો આવી જાય, એટલે ઝટ તે ચંદ્ર-દરવાજા નીચે છાબડીઓ લઈને બેસતી બુટ્ટી પાસેથી મધ-પોળી ખરીદવા દોડી જાય.
દરરોજ દુકાનમાં આ જ ઘટનાનું પુનરાવર્તન થયા કરતું. ખલાસીઓ પોતાનાં સાહસભર્યાં પરાક્રમોની બડાશો માર્યા કરતા; પાસા રમવા બેસતા; દેવોને ગાળો ભાંડતા; અને સારામાં સારા દારૂ માટે બૂમો પાડી હુકમો આપતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org