________________
૧૬૦
તપસ્યા અને નિગ્રહ
જીવતો રહ્યો એ જ તેનું ભાગ્ય! મારું નામ ઝોઝિમસ છે; અને આ બધા સાધુઓનો હું મહંત છું. તો સ્તંભ ઉપરથી તમને દેવદૂતો મારફત ઉપાડાવી પરમાત્માએ આ દરમ્યાન તમારી મારફત જે જે ચમત્કારી નૃત્યો કરાવ્યાં હોય, તેની કથા તો અમને કહો!”
પૅનુશિયસે જવાબમાં એટલું જ કહ્યું, “ભાઈ, તું માને છે તેમ પરમાત્માએ મારા ઉપર કશી કૃપા નથી વરસાવી; ઊલટું તેમણે તો મને ભયંકર પ્રલોભનોના ઘમસાણમાં નાખ્યો છે.”
ઝોઝિમસે જવાબ આવ્યો—–
“પવિત્ર પિતાજી! આપણે યાદ રાખવું જોઈએ કે, મોટામાં મોટા સંતો અને તપસ્વીઓને સૌથી આકરી કસોટીઓમાંથી પસાર થવું પડે છે. એટલે, પરમાત્માએ દેવદૂતો મારફતે તમને સ્વર્ગમાં પોતાની પાસે ભલે તેડી ન લીધા હોય; પરંતુ પરમાત્માએ એ રીતનું દર્શન તમારા પટ્ટશિષ્ય લેવિયન, બીજા સાધુઓ તથા કેટલાય લોકોને કરાવ્યું જ છે; એટલે ખરેખર તમે એ કૃપાના અધિકારી બની ચૂકયા જ છો.”
પછી પૅશિયસે પણ સંત ઍન્થનીનાં દર્શને જઈ તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરવાનો નિરધાર કર્યો. એટલે તે ઝોઝિમસ સાથે એ સાધુમંડળીની આગળ ચાલવા લાગ્યો. સાધુમંડળી સ્તોત્રો ગાતી, એ બે સેનાનીઓને અનુસરવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org