________________
૧૧૨
તપસ્યા અને નિગ્રહ પેલો માળી, હવે આ મૂર્તિ તો બચી જશે એમ માની, બાળક જેવા તેના મધુર મુખ તરફ જોતો જરા હસવા લાગ્યો. પણ ઍફશિયસે તો તેના હાથમાંથી એ મૂર્તિ ઝૂંટવી લઈ, તેને આગમાં ફેંકતાં કહ્યું –
“નિસિયાસ તેને અડકયો છે, એટલામાત્રે પણ તે મૂર્તિ દરેક પ્રકારના પાપના ઝેરથી હંમેશ માટે શાપિત થયેલી છે.”
અપ્સરા-ભવનમાં* આમ પાપની હોળી કરવામાં આવી, તેના હોકારોબકારા તથા ધાંધળનો અવાજ સાંભળી, એક પછી એક બધા પડોશીઓ જાગી ઊઠયા. બારીઓ ઉઘાડી, આંખો ચોળતાં, તેમણે બહાર નજર કરી, તો આગ લાગતી જોઈ, અર્ધાપર્ધા પોશાકમાં જ તેઓ સૌ ત્યાં દોડી આવ્યા.
સૌ કોઈ દિમૂઢ થઈ પૂછવા લાગ્યા–“આ બધું શું છે?”
જે વેપારીઓ પાસેથી થાઈએ ઘણી વાર અત્તર અને સૌંદર્યપ્રસાધનો ખરીદેલાં, તેઓ પણ, કશું ન સમજાવાથી, ચિંતાભર્યા ચહેરે બધું જોઈ રહ્યા. આખી રાત આનંદોત્સવમાં ગાળી આવી, ગુલામોની કાંધે ચઢી ઘેર પાછા ફરતાં જુવાન વિલાસીઓ પણ ત્યાં થોભી ગયા; અને એમ પ્રેક્ષકોનું ટોળું વધતું જ ગયું. અને થોડી વારમાં સૌને જાણ થઈ ગઈ કે, ઍન્ટિનો-મઠના મહંતના કહેવાથી થાઈ
- થાઈના મકાનની આસપાસના વિશાળ બગીચાની વચ્ચે મંડપ અથવા ગુફા જેવું એક અનોખું બાંધકામ હતું;- મુખ્ય મકાનથી અલગ, આરામ તથા એકાંત માટે. ત્રણ અપ્સરાઓની મૂર્તિઓ એ ગુફા-મંડયના ઉમરા આગળ હતી. આ પુસ્તકના ૮૧મા પાન પછી એ પ્રમાણે સુધારી લઈ, એ અલગ ગુફા-મંડપ માટે “અસરા-મંડપ” શબ્દ વાપર્યો છે.
અપ્સરા-ભવન” એ આખા મકાનનું નામ ગણવું, જેની આસપાસના વિશાળ બગીચા વચ્ચે ત્રણ અપ્સરા-મૂતિવાળે પેલે અલગ ગુફા-મંડપ આવેલ હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org