________________
૭૪
તપસ્યા અને નિગ્રહ
ન શકી, એ બદલ તેને ખેદ થવા લાગ્યો. શહેરમાં રાતે તે બાળપણની પરિચિત ગલીઓમાં એકલી અંધારપછેડો ઓઢીને ફરવા નીકળતી. અને રસ્તામાં અચાનક તેને કોઈ ખ્રિસ્તી પાદરી સામો મળતો, તો તેનું મન વિચિત્ર રીતે મૂંઝાવા લાગતું.
એક રાતે તે એ રીતે અંધારામાં થઈને શહેરનાં પરાં તરફ ફરતી હતી, તેવામાં કશા ખ્યાલ વગર જ સંત જૉન ધ બૅપ્ટિસ્ટના કંગાળ નાના દેવળ પાસે તે આવી પહોંચી. દેવળમાં કેટલાંક માણસો ભેગાં થઈ સ્તોત્રો ગાતાં હતાં. એ સ્તોત્રોમાં અસાધારણ કશું ન હતું. પરંતુ, કોણ જાણે કેમ, એ સંગીત થાઈના અંતરના કોઈ ઊંડા તારને ઝણઝણાવી ગયું. તેણે ધીમેથી બારણું ઉઘાડયું. અને દેવળની અંદર પ્રવેશ કર્યો.
અંદર સ્ત્રીઓ, બાળકો, અને બુઢ્ઢાઓની મોટી મંડળી ભેગી થઈ હતી. તેઓ ભીંત પાસેની એક કબર સમક્ષ ઘૂંટણિયે પડીને સ્તોત્ર ગાતાં હતાં. એ કબર પથ્થરની પેટી જેવી સીધી સાદી જ હતી; પરંતુ તેના ઉપર લીલાં પત્ર અને લાલ ગુલાબ મોટી સંખ્યામાં ચડાવેલાં હતાં. ચોતરફ સંખ્યાબંધ દીવાઓ જળહળી રહ્યા હતા, અને ધૂપદાનીઓમાંથી નીકળતો સુગંધી ધુમાડો ભીંતો ઉપરનાં દેવદૂતોનાં ચિત્રો સાથે ભળી અવનવી સ્વર્ગીય હિલચાલનો આભાસ ઊભો કરતો હતો.
સ્તોત્ર-ગાન પૂરું થતાં, બધાં શ્રાદ્ધાળુઓ ઊભાં થઈ, એક પછી એક હારબંધ એ કબર પાસે જઈ, તેના પડખામાં ચુંબન કરવા લાગ્યાં.
થાઈએ નવાઈ પામી, આ બધું શું ચાલી રહ્યું છે, એવો પ્રશ્ન દેવળના કોઈ કર્મચારીને પૂછયો. તેણે કહ્યું, “બાઈ, શું તું જાણતી નથી કે, આજે અમે સંત થિયોડોર*ની પવિત્ર યાદદાસ્ત ઊજવીએ
આ સંત થિયોડોર એટલે, પહેલાં થાઈના પિતાને ત્યાં નોકરી કરતો હતો તે ગુલામ અહમસ. જુઓ પૃ૦ ૫૫ ઇ.
For Private & Personal Use Only
*
Jain Education International
www.jainelibrary.org