________________
૧૫૮
તપસ્યા અને નિગ્રહ આથડું છું, તે ધરતી ઉપર તમે ડગ ભર્યા છે. તમને પણ સેતાને લોભાવ્યા હતા. તમારા ચહેરા ઉપર પણ તે વખતે વેદનાનો પરસેવો ફૂટી નીકળ્યો હતો. એટલે હું હવે તમારું જ શરણ લઉં છું, મારા બંધુ જિસસ!”
પરંતુ આ પ્રાર્થના તેણે કરી તેની સાથે જ એ કબ્રસ્તાનમાંથી એક વિકટ હાસ્ય ઊભું થયું, અને તેના કાન ફોડી નાખે એવો ભયંકર અવાજ તેને સંભળાયો-“હા-હા-હા!આ પ્રાર્થના તો માર્કસને છાજે તેવી થઈ!ૉફનસિયસ એરિયન છે! ઑફનુશિયસ એરિયન છે!”
અને જેમ વીજળી પડી હોય તેમ એ સાધુ બેહોશ બની જમીન ઉપર તૂટી પડ્યો. - જ્યારે તેણે આંખો ઉઘાડી, ત્યારે તેણે પોતાની આસપાસ કેટલાક સાધુઓને જોયા. તેઓ તેના ઉપર પાણી છાંટતા હતા, પવન નાખતા હતા, કે પ્રાર્થના કરતા હતા. બહાર ઊભેલા કેટલાયના હાથમાં તાલપત્ર હતાં.
તેઓમાંના એકે તેને ખુલાસો કરતાં કહ્યું, “અમે આ રણપ્રદેશમાં થઈને જતા હતા, તેવામાં આ કબરમાંથી નીકળતી કારમી બૂમો અમે સાંભળી. અંદર આવીને જોયું તો તમે જમીન ઉપર બેહોશ બનીને પડેલા હતા. જરૂર, ભૂતોએ જ તમને ગબડાવી પાડ્યા હશે; પણ અમને આવતા જોઈ, તેઓ ભાગી ગયાં લાગે છે.”
પેફનુશિયસે માથું ઊંચું કરી જોયું અને ધીમા અવાજે પૂછ્યું –
“તમે બંધુઓ કોણ છો? અને તમે તમારા હાથમાં તાલપત્ર કેમ રાખ્યાં છે? મારો દફનવિધિ કરવા માટે?”
એરિયસ (ઈ.સ. ૨૫૬-૩૩૬) લીબિયાનો ધર્મશાસ્ત્રી હતો. તેનો સિદ્ધાંત હતો કે, ઈશ્વરે સૃષ્ટિ ઉત્પન્ન કર્યા પહેલાં પોતાનો પુત્ર જિસસ ઉત્પનન કર્યો હતો; જે શાશ્વત પણ નથી કે તેના પિતાની સમાન પણ નથી. એથનેશિયસે (ઈ. સ. ૨૯૫-૩૭૩) આ સિદ્ધાંતનો વિરોધ કરેલો અને તે મતને નાસ્તિક ઠરાવેલો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org