________________
“કામદેવ સાથે બાકરી ન બાંધીશ !”
૩૯
“પ્રિય મિત્ર, તું કશું અપકૃત્ય કરવા નીકળ્યો છે, એવી મને જરા પણ શંકા નથી. કારણ કે, હું માનું છું કે, માણસો તદ્ન સારું કે તદ્દન ખોટું એવું કશું કરવાને અશક્તિમાન છે. ઉપરાંત, કોઈ કૃત્યને તદ્દન સારું કે તદ્દન ખોટું કહેવું, એ તો કેવળ અભિપ્રાય અને માન્યતાનો સવાલ છે. ડાહ્યો માણસ આવી બધી બાબતોમાં રૂઢિ કે પરંપરાની દોરવણી અનુસાર વર્તે છે. હું અલેક્ઝયા શહેરમાં જે માન્યતાઓ કે પૂર્વગ્રહો પ્રચલિત છે, તે બધાંને સર્વતોભાવે અનુસરું છું; અને તેથી હું પ્રમાણિક સજ્જન ગણાઉં છું. માટે ભાઈ, જા અને મનમાં આવે એમ મોજ કર!”
પરંતુ પૅનુશિયસને લાગ્યું કે, પોતાનો મિજબાન આ બધાનો કંઈક ભળતો જ હેતુ કલ્પતો હોઈ, પોતાના સાચા ઇરાદાની જાણ તેને કરી દેવી જોઈએ. એટલે તેણે કહ્યું, “થિયેટરમાં ખેલો વખતે ભાગ લેતી પેલી જાણીતી નટી થાઈને તો તું ઓળખે છે ને?”
C4
હા, તે અતિ સ્વરૂપવતી છે. એક વખત મને પણ તે બહુ પ્રિય હતી. અને તેની સાથે ભોગવિલાસ કરવા પાછળ મેં મારી એક યંત્ર-ઘંટી અને બે ખેતરો વેચી નાંખ્યાં હતાં. તેના માનમાં મે ધૂળધમા જોડકણાંનાં ત્રણ પુસ્તકો પણ લખ્યાં છે. ખરેખર, આ જગતમાં સૌંદર્ય જેવું બીજું શક્તિશાળી ચાલક બળ બીજું કોઈ નથી; અને જો આપણે કાયમને માટે તે સૌંદર્યનો ઉપભોગ કરી શકતા હોઈએ, તો પછી ફિલસૂફોના ઘટ-પટના લવારા સાંભળવાની કોઈને ભાગ્યે કશી જરૂર રહે! પરંતુ મારા ભલા મિત્ર પૅનુશિયસ, મને નવાઈ એ વાતની થાય છે કે, તું થાઈ બાબત આ પ્રશ્ન પૂછવા જ છેક થિબૈદના રણના ઊંડાણમાંથી અહીં સુધી ચાલ્યો આવ્યો નહિ હોય ! ”
પૅનુશિયસ હવે નિસિયાસ તરફ ત્રાસભરી નજરે જોઈ રહ્યો: કોઈ માણસ થાઈ સાથેના પોતાના વેશ્યાગમન જેવા મહાપાપની વાત આમ ઠંડે પેટે બીજાને કહી શકે, એ તેને શકય જ લાગ્યું નહિ. પૃથ્વી ફાટી પડીને પોતાની જવાળાઓમાં નિસિયાસને ગળી જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org