________________
૨૩ અસરા-ભવનને ધ્વસ
ઍફનુશિયસ સાથે મકાનમાં પાછી જઈ તરત થાઈએ પોતાનાં બધાં દાસ-દાસીને આંગણામાં એકઠાં કરવા દરવાનને જણાવ્યું. જ્યારે એ બધાં ભેગાં થયાં, ત્યારે થાઈએ ઑફનુશિયસ તરફ આંગળી કરીને તેમને કહ્યું –
આ મહાપુરુષ જે કંઈ કહે તે પ્રમાણે કરો; ઈશ્વરનો પ્રભાવ તેમનામાં સભર ભરેલો છે, એટલે ખાતરીથી માનજો કે, તમારામાંનું જે કોઈ એમની આજ્ઞાની અવજ્ઞા કરશે, તે તરત જ મરણ પામી જમીન ઉપર નૂઢી ચડશે.”
અને ખરેખર, તપસ્વીઓના ચમત્કારી પ્રભાવની સાંભળેલી બધી વાતો થાઈ બરાબર માનતી હતી. પોતાનો દંડ તપસ્વીઓ જે નાપાક દુષ્ટને અડકાડે, તે માણસ, ધરતી ફાટીને તેમાંથી નીકળતા ધુમાડા અને જવાળાઓમાં, તક્ષણ અલોપ થઈ જાય; ઇ.
ઍફશિયસે એ બધાં દાસ-દાસીમાંથી સ્ત્રીઓને તથા ગ્રીક પુરુષગુલામોને પાછા મોકલી દીધા, અને પછી બાકીનાઓને ફરમાવ્યું– “જેટલું બની શકે તેટલું ઈંધણ લાવીને આંગણાની વચ્ચે ખડકો; તથા તે સળગાવીને મોટી હોળી કરો. ત્યાર બાદ ઘરમાંથી બધી જ ચીજો લાવી લાવીને તેમાં ઝટ હોમવા માંડો.”
નોકરો આ વિચિત્ર હુકમ સાંભળી જડસડ થઈને, પોતાની માલિકણ સામે જોઈ રહ્યા.
પરંતુ ઍફનુસિયસે તરત તેમને ફરીથી કહ્યું, “હું કહું છું તેનું ઝટ પાલન કરો!”
૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org