________________
૧૨૮
તપસ્યા અને નિગ્રહ માત્ર શિષ્યોમાં “મૂરખરાજ' તરીકે ઓળખાતો પૉલ બાઘા જેવો ઊભો રહ્યો અને પૂછવા લાગ્યો: “આ માણસ કોણ છે?” જાણે તે પેફનુશિયસને ઓળખી શક્યો જ નહોતો. આમેય એ શિષ્ય ભલો ભોળો હોઈ બાઘો જ ગણાતો; અને સૌ કોઈ તેની બાલિશતા અને બુદ્ધિહીનતા ઉપર હસતું. જોકે, તે નિર્મળ અંતરનો ધર્માત્મા હોઈ, ઈશ્વરે તેને ભવિષ્યવાણી ભાખવાની શક્તિ બક્ષી હતી, અને ઘણી વાર તે અવળવાણી જેવું ઉચ્ચારી બેસતો.
ઍફનુશિયસ હવે પોતાની ઝૂંપડીમાં એકલો પડી વિચારવા લાગ્યો, “છેવટે હું મારી આરામ અને શાંતિની જગાએ હેમખેમ પાછો આવ્યો ખરો! પણ મારી આ ઝૂંપડી મને કેમ આનન્દથી આવકારતી નથી? મને આ સ્થળ કેમ અજાણ્યે અજાણ્યું લાગે છે? મારું મેજ, મારી ખાટલી, મારું પુસ્તક – એ બધાં જાણે કોઈ બીજા મૃત માણસની માલકીનાં હોય એમ કેમ લાગે છે? એ બધી વસ્તુઓ તો જેવી હતી તેવી જ છે; તો પછી શું હું પોતે જ બદલાઈ ગયો છું? હું પોતે જ મરી ગયો છું? હે ભગવાન, આ શું થઈ ગયું છે? મારામાંથી કાંઈ જતું રહ્યું છે? શું બાકી રહ્યું છે? અરે, હવે હું ખરેખર શું બની રહ્યો છું?”
તેને ખાસ મૂંઝવણ તો એ વાતની થવા લાગી કે, તેને પોતાની ઝૂંપડી બહુ નાની – બહુ સાંકડી લાગતી હતી. ખરી રીતે ધર્મશ્રદ્ધાની દૃષ્ટિએ તો તેને એ ઝૂંપડી વિશાળ – વિરાટ લાગવી જોઈએ; કારણ કે, અનંત ઈશ્વરની વિરાટતાથી તે સભર હોય.
તે જમીન તરફ મોં રાખીને પ્રાર્થના કરવા લાગ્યો. આ મુદ્રામાં તે એક કલાક માંડ રહ્યો હશે, તેવામાં તેની નજર સમક્ષ થાઈની આકૃતિ ખડી થઈ: આથી તેણે તરત જ ઈશ્વરનો આભાર માન્યો.
ભગવાન ! તમે થાઈને મારી સમક્ષ મોકલી છે. એ તમારે જ કૃપા છે. કારણ કે, મેં જેને તમારાં ચરણોમાં મોકલી આપી છે, તેનું દર્શન મને કરાવી, તમે મને ખાતરી કરાવવા માગો છો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org