________________
પર
તપસ્યા અને નિગ્રહ
પકડવાની કે બાંધવાની જરૂર નથી; રાજાઓની પુત્રીને ઉચિત એવી રીતે સ્વતંત્રપણે અને બંધનમુક્ત દશામાં જ હું મરવા ચાહું છું. અને તરત પોતાની છાતી પરના જમાો ફાડી નાખી તેને તેણે ખુલ્લી કરી. અને ઍકિલીઝના પુત્રે તેનાથી માં ફેરવી તેની છાતીમાં કટાર ખોસી દીધી. કુશળતાપૂર્વક કરવામાં આવેલી ગોઠવણને લીધે, થાઈની છાતીમાંથી લાલ લાલ લોહી ઊછળતું બહાર ધસી આવ્યું, અને એ કુમારિકાનું શરીર અને કપડાં લાલ રંગાઈ ગયાં. પછી માથું પાછળ નાખી દઈને, મૃત્યુના ત્રાસથી ચકળવકળ થતી આંખો સાથે, અદ્ભુત છટાથી તે નીચે ગબડી પડી.
ચારે બાજુ પ્રેક્ષકોમાં આક્રંદ મચી રહ્યું અને ચોતરફ રુદનની ચીસો સંભળાવા લાગી. થાઈના અભિનય એટલો સચોટ થયો હતો કે, પ્રેક્ષકોની લાગણીઓ કાબૂમાં રહી શકે તેમ ન હતું.
ૉનુશિયસ હવે બેઠક ઉપરથી ઊભો થઈ, ઠપકાના મોટા અવાજે ભવિષ્ય ભાખતો પોકારી ઊઠયો –
દ પિશાચોના પૂજક હે પરદેશી નાસ્તિકો ! અને એ મૂર્તિપૂજકો કરતાં પણ નપાવટ એવા હે વિદ્રોહી ખ્રિસ્તીઓ! તમે જે આ નાટક જોયું એની પાછળ તો જુદો જ ગૂઢાર્થ છુપાયો છે! આ સ્ત્રી ખરેખર પરમાત્માને બલિદાન તરીકે અર્પિત થશે, અને તે પણ થોડા જ વખતમાં !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org