________________
મિજલસ
રાખ કે, આપણી વહાલી થાઈ તો દેવી સમાન સુંદર અને ઉદાર છે;-સૌંદર્યદેવી જ છે. એટલે તે પોતાનું પ્રેમ-વરદાન ગમે તે તેના ભક્તને દઈ શકે; આપણા જેવી સામાન્ય સ્ત્રીઓ જ માત્ર સુંદર જુવાન પુરુષોને ખોળતી રહે કે પસંદ કરે!” થાઈએ આ સંવાદ સાંભળી તેમને જવાબ આપ્યો–
“સાવધાન! તમે બંને જે કંઈ બોલો છો, તે આ તપસ્વી-જન સાંભળે છે. તે ભારે ચમત્કારી શક્તિવાળા પુરુષ છે. છુપાઈને બોલેલા શબ્દો પણ તે સાંભળી શકે છે, અને અંતરના વિચારોને પણ વાંચી શકે છે. તમે રાતે ઊંઘતી હશો ત્યારે તે તમારા હૃદય શરીરમાંથી ખેંચી લેશે અને એની જગાએ વાદળીના ટુકડા મૂકી દેશે. બીજે દિવસે પછી જ્યારે તમે પાણી પીશો ત્યારે એ વાદળી ફૂલીને તમારું ગળું રૂંધાઈ જશે.”
પેલી બંને આ સાંભળી એકદમ મડદા જેવી ફીકી પડી ગઈ.
થાઈ હવે એક કોચ ઉપર પૅફનુશિયસને પડખે બેસી ગઈ. કોટ્ટાએ બધાંની વાતચીતથી થતા અવાજ કરતાં ઊંચા અવાજે ફરમાવ્યું:
“મિત્રો, હવે સૌ પોતપોતાને સ્થાને બેસી જાઓ. ગુલામો, તમે મધમિશ્રિત મદ્યના પ્યાલા પીરસી દો!”
પછી પોતાનો પ્યાલો ઊંચો કરી તેણે કહ્યું, “સૌથી પ્રથમ આપણે ધર્માત્મા શહેનશાહ કૉસ્ટન્ટાઈનના માનમાં પ્યાલો પીએ; આપણા રાષ્ટ્ર-સામ્રાજ્યના કર્તા-હર્તા તે છે. દેવો કરતાં પણ પ્રથમ રાષ્ટ્રને યાદ કરવો જોઈએ; કારણ કે, રાષ્ટ્ર જ સૌ કોઈનું અધિષ્ઠાન છે.”
બધા મહેમાનોએ પોતપોતાના પ્યાલા હોઠે માંડ્યા,– માત્ર ઑફનુશિયસ સિવાય. કારણ કે, સાચો ખ્રિસ્તી પોતાને આ જગતનો વતની માનતો નથી – તે પોતાને ઈશ્વરના રાજ્યનો નાગરિક માને છે.
એમ મિજબાની શરૂ થઈ: ખાણું પીરસાઈને ચાલુ થયું, એટલામાં એક સુંદરી ચીસ પાડી ઊઠીને બોલી, “બાપ રે! હમણાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org