________________
૧૫૬
તપસ્યા અને નિગ્રહ
લાવ્યો, અને પથરા વડે તેમને કચરી, તેમના તંતુ કાઢીને પોતાની કેડનો કંદોરો બનાવવા લાગ્યો.
બધાં મલિન સત્ત્વો આ જોઈ નાખુશ થયાં. તત્કાળ તો તેઓ કંઈક ઝંખવાઈને આસપાસ શાંત ઊભાં રહ્યાં. પેલી વીણાધારિણી પણ ભીંત ઉપરના પોતાના સ્થાને ચોટી રહી. પૅનુશિયસ કેળનાં થડ કચરતો ગયો, તેમ તેમ તેની હિંમત અને શ્રદ્ધા કંઈક પાછી આવવા લાગી.
અધિ
૧
જાતમહેનતનો માર્ગ અપનાવવા લાગતાં જ, શરીરામને કારણે, પૅનુશિયસનું મન સ્વસ્થ થવા લાગ્યું અને તેની શ્રાદ્ધા પાછી સ્ફુરવા લાગી. શંકા-કુશંકાનાં જે જાળાં તેના મનમાં જામવા લાગ્યાં હતાં, તે પણ સાફ થવા લાગ્યાં. તેને વિચાર આવ્યો કે, શ્રદ્ધાના બળથી પોતે જરૂર પાર ઊતરી જશે— ભલે જે બાબતમાં શ્રાદ્ધા રાખીએ, તે દેખીતી તર્કબદ્ધ ન લાગતી હોય.
પછી તો કેળના તંતુઓને સૂર્ય અને ઝાકળમાં પાથરવા, ઉલટાવવા તેમની કાળજી રાખવી, તેમને કોહવાઈ જતા અટકાવવા, એ કામમાં ચીવટપૂર્વક તે લાગ્યો. તે તંતુઓ આમળીને પ્રથમ તેણે પોતાનો કંદોરો બનાવી લીધો. ત્યાર બાદ તેણે બરુઓ કાપી લાવી, તેમની સાદડીઓ અને ટોપલીઓ બનાવવા માંડી. પરિણામે, કબ્રસ્તાનનો એ કમરો જાણે ટોપલીઓ ગૂંથનારની દુકાન હોય એવો બની રહ્યો.
પરંતુ, હજુય પરમાત્માની કૃપા પૂરેપૂરી તેની ઉપર ઊતરી નહિ. એક રાતે તે પોતાની પાસે જ ચાલતી લાગતી વાતચીતના અવાજથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org