________________
૧૦૪
તપસ્યા અને નિગ્રહ કોટ્ટાએ પોતાના હાથ વડે કપાળ કૂટતાં કહ્યું – “મરવાની ઇચ્છા! જ્યારે માણસ રાજસત્તાને હજુ પોતાની સેવાઓ અર્પી શકે તેમ હોય, ત્યારે મરવાની ઇચ્છા? કેવી મૂઢતા!”
ઍફનુશિયસ અને થાઈ નિશ્ચલ, જડસડ થઈને એકબીજાને પડખે ઊભાં રહ્યાં; તેમના અંતરમાંથી ધૃણા, ત્રાસ અને આશા છેવના મિશ્ર ભાવો એકીસાથે વહી રહ્યા હતા.
અચાનક ઍફનુશિયસે થાઈનો હાથ પકડયો, અને નશામાં બેહોશ થઈને પડેલા બધા દારૂડિયાઓનાં શરીર ઓળંગીને તથા જમીન પર ઢળેલા દારૂમાં તથા લોહીમાં પગ ખરડીને તે થાઈને તેના મકાનની બહાર ખેંચી ગયો.
૨૨
તારે અહીં જ સબક્યા કરવું છે?
બહાર સૂર્યોદય હમણાં જ થયો હતો. દરિયાના તાજા પવનની લહેરો વાતાવરણમાં પ્રવેશવા લાગી હતી. પફનુશિયસે પોતાનો કીમતી જન્મો ધૃણાની લાગણી સાથે શરીર ઉપરથી ખેંચી કાઢયો અને તેના ટુકડા કરી પગ નીચે રગદોળી નાખ્યો.
“પ્રિય થાઈ, તે એ લોકોની વાતો સાંભળી?” તેણે પૂછયું; “કેવી કેવી બેવકૂફી ભરેલી અને કેવી કેવી મિથ્યા વાતો એ લોકો તેમને મોંએથી ઓકતા હતા? તમામ પદાર્થોના સર્જક મહાન ઈશ્વરને પણ તે લોકોએ ન છોડ્યો; સારાનરસાના ભેદને પણ નકાર્યો; ઈશુ ખ્રિસ્તની નિંદા કરી અને જુડાસને વખાણ્યો. સૌથી શરમ ભરેલું તો
એ હતું કે,દુર્ગધ અને મૃત્યુનો ભરેલો પેલો સડેલો શિયાળ એરિયન પોતાનું કબર જેવું કાળઅંધાર માં ખોલીને કેવું કેવું ભસ્યો! વળી, એ બધાં સાપોલિયાં કામુકતાથી કેવાં વારંવાર તારા તરફ ધસી આવતાં હતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org