________________
નિસિયાસ
૩૭ “ના, ના, મારા પ્રિય મહેમાન, આ બધું બળી જાય, એ તો ભારે કરુણાજનક ઘટના બની કહેવાય. કારણ કે, માંદા માણસનાં આ સ્વપ્ન પણ કોઈ કોઈ વાર મજાનાં હોય છે. ઉપરાંત, જો આપણે પૃથ્વી ઉપરથી મનુષ્યોના આવા બધા ભ્રમો અને સ્વપ્નો નષ્ટ કરી નાંખીએ, તો પૃથ્વીનાં રૂપ-રંગ જ નાશ પામી જાય, અને પછી આપણે જડ તામસમાં વિચરતાં પ્રાણીઓ જ બની રહીએ.”
પણ પેફનુશિયસે તો પોતાની જ રગે ચડીને આગળ કહ્યું, “ગેર-ધર્મી લોકોના તત્ત્વસિદ્ધાંતો મિથ્યા જૂઠાણાં જ છે; પરંતુ સત્યસ્વરૂપ ઈશ્વર ચમત્કાર સરજીને, કૃપા કરીને, મનુષ્યોમાં પ્રગટ થયા છે; અને પુત્ર ઈશુ રૂપે દેહધારી થઈને આપણી વચ્ચે રહી ગયા છે. તેમને પ્રગટ કરેલાં સત્ય જૂઠાં હોઈ શકે નહીં.”
નિસિયાસે જવાબ આપ્યો, “વહાલા મિત્ર, તું કહે છે કે, ઈવર દેહધારી થઈને અવતર્યા હતા. હવે ઈશ્વર જો આપણ મનુગોની પેઠે વિચારે, વર્તે, બોલે, અને ધરતીતળ ઉપર ફરે, તો તેને બીજા માણસો જેવો માણસ જ ગણવો જોઈએ. પેરિકિલસના સમયમાં જુપિટર દેહધારી થઈને આથેન્સમાં ફરતો મનાતો, તે વખતે આથેન્સનાં નાનાં ભૂલકાં પણ તેને પરમદેવ માનતાં ન હતાં; તો પછી દેહધારી થઈને આપણી પેઠે વર્તતા આ નવા જુપિટરમાં આપણે બધા જ શ્રદ્ધા રાખીએ, એવી અપેક્ષા નું શી રીતે રાખી શકે? પણ એ બધી ચર્ચા પડતી મૂકીએ. તું કંઈ ઈશ્વરની ત્રિમૂર્તિની વાસ્તવિકતા અંગે મારી સાથે ચર્ચા કરવા તો નહિ જ આવ્યો હોય! તો મારા પ્રિય સહપાઠી મિત્ર! તારા આગમનનું શું પ્રયોજન છે, અને મારે તારે માટે શું કરવાનું છે, એ તું મને જણાવી દે!”
“તારે મારે માટે એક પુણ્ય-કૃત્ય જ કરવાનું છે; કશું અપકૃત્ય કરવાનું નથી. તે હમણાં સ્નાન બાદ પહેર્યો એવો એક સુગંધી જભો તું મને આપ; તથા સોનેરી સંડલની એક જોડ અને મારા વાળ અને દાઢી ઉપર લગાવવા માટે સુગંધીદાર અત્તરની એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org