________________
નકી-પ્રેમિકા થાઈએ હવે સ્વગત ગણગણતી હોય એમ જવાબ આપ્યો –
“મારો બાપ તો દારૂ ભરેલી નરી પખાલ જ છે; અને મારી મા લોહી ચૂસ ઘોડા-ચિમોડી છે.”
પેલી બુટ્ટીએ ચોતરફ નજર કરીને જોઈ લીધું કે, આસપાસ કોઈ નથી. પછી તેણે હુલામણા અવાજે થાઈને કહ્યું, “ન પ્રકાશ પીનાર મારા મીઠા ફૂલ! તું મારી સાથે ચાલ. મારે ત્યાં તારે નાચવાહસવા સિવાય બીજું કાંઈ કામ કરવું નહિ પડે. હું તને મીઠી મધપોળીઓ ખાવા આપીશ, અને મારો દીકરો – મારો પોતાનો દીકરો – તને પોતાની આંખોની કીકીની જેમ ચાહશે. તે બહુ ફૂટડો જવાન છે; તેને હજુ દાઢી પણ માંડ ફૂટવા લાગી છે; તેની ચામડી સુંવાળી છે, અને તે માતેલા ભૂંડ જેવો હૃષ્ટપુષ્ટ છે.” થાઈએ જવાબ આપ્યો “હું તમારી સાથે આવવા તૈયાર છું.”
અને સંતાવાની એ જગાએથી ઝટ ઊઠીને થાઈ તે બુઠ્ઠીની પાછળ પાછળ તેને ઘેર જવા નગર બહાર નીકળી ગઈ.
૧૪ નર્તકી-પ્રેમિકા
નગરમાંથી થાઈ જે બુટ્ટીની જોડે ચાલી નીકળી, તે બુઠ્ઠી પોતાની પાસે છોકરા-છોકરીઓની મંડળી રાખતી. એ બધાંને તે નાચવાગાવાનું શીખવતી અને પછી ઉત્સવ-સમારંભો વખતે ધનિકોને ભાડે આપતી.
મોટી થતાં થાઈ એક ફૂટડી સ્ત્રી થવાની, એવી ખાતરી હોવાથી, એ બદ્રીએ ચાબુકની મદદથી – પ્રથમ તો તેને ગાતાં શીખવી દીધું; અને પછી પગ ઉપર ફટકારી ફટકારીને તાલબંધ નાચતાં શીખવી દીધું. કસુવાવડમાં જણેલા ભંગાર જેવો તેનો છોકરો કશી ઉંમર કે લિંગના ઠેકાણા વિનાનો હતો; તે પણ થાઈને ખૂબ સતાવતો; અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org