________________
તપસ્યા અને નિગ્રહ ઍફનુશિયસે માન્યું કે, એ પથારી પોતાના જ સ્વાગત માટે સ્વર્ગમાં તૈયાર થઈ રહી છે; એમ માનીને તે પરમાત્માનો મોટેથી આભાર માનવા લાગ્યો. પણ સંત ઍન્થનીએ તેને ચૂપ રહેવા ફરમાવ્યું અને પછી પૉલને આગળ બોલવા જણાવ્યું.
સમાધિ અવસ્થામાં બોલતો હોય તેમ પૉલ બોલવા લાગ્યો –
“ત્રણે કુંવારિકાઓ હવે મને કહે છે કે, એક સંત હવે પૃથ્વી ઉપરથી થોડા જ સમયમાં વિદાય લેશે;– તે છે, અલેકઝાંડ્રિયાનાં થાઈ! અમે તેમને આવકાર માટે આ શમ્યા તૈયાર કરી છે; કારણ કે, અમે ત્રણ તેમના ત્રણ ગુણોની મૂર્તિઓ છીએ–શ્રદ્ધા, ભીરુતા, અને ભાવના.”
ઍન્થનીએ પૂછ્યું“બેટા, હવે બીજું શું તને દેખાય છે?”
પૉલ ચોતરફ પોતાની શૂન્ય આંખ ફેરવવા લાગ્યો. અચાનક તેની નજર ઍન્ટિનોના મહંત પંફનુશિયસ ઉપર પડી. તેને જોતાં જ પૉલનો ચહેરો આવેશમાં આવી ગયો અને તેની આંખમાં અદૃશ્ય જવાળાઓનું પ્રતિબિંબ ઝળાંહળાં થઈ ઊઠયું. તે બોલ્યો
ત્રણ પિશાચો પેલાને પકડવા માટે તત્પર થઈ ગયેલા મને દેખાય છે. તેમાંના એકના કપાળ ઉપર “ઘમંડ” નામ ડામેલું છે; બીજાના પેટ ઉપર કામવાસના’ નામ ડામેલું છે; અને ત્રીજાની છાતી, ઉપર “અશ્રદ્ધા' નામ ડામેલું છે. બસ, હવે મને કશું દેખાતું નથી.”
આટલું બોલી રહેતાં જ પૉલ તેની ભાવસમાધિમાંથી પાછો પહેલાંની તેની ગાંડીઘેલી રીતભાતમાં આવી ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org