________________
ઈશ્વર કે થાઈ?
૧૭૧ તપસ્વી અંતર કદાચ આ નાટ્ય-અભિનયની વાતથી કંપી ઊઠશે; પરંતુ તમે પોતે જ જો એ બધી પવિત્ર કથાઓનો તેનો અભિનય નજરે જોયો હોત, તો પ્રભાવિત થયા વિના ન રહેત!
લાંબા વખતથી હું સ્ત્રીઓના સંઘને સંભાળતી આવી છું; અને હું કદી તેઓની પ્રકૃતિની વિરુદ્ધ જવાનો પ્રયત્ન કરતી નથી. બધાં બીજોમાંથી સરખાં પુષ્પો જન્મતાં નથી; તેમ જ બધા અંતરાત્માઓના ઉદ્ધારનો માર્ગ પણ એક હોતો નથી. ઉપરાંત એ પણ યાદ રાખવું જોઈએ કે, થાઈ પૂર્ણ યૌવન- અને સ્વરૂપ- સંપન્ન હતી એ દશામાં જ ઈશ્વરને સમપિત થઈ હતી. એવું સમર્પણ અસામાન્ય કહેવાય. અરે, અત્યારે ત્રણ ત્રણ મહિનાથી તેને જે તાવ તાવી રહ્યો છે, તે પણ તેના એ સ્વાભાવિક સૌંદર્યને જરાય આંચ પમાડી શક્યો નથી! તાવ દરમ્યાન તે વારંવાર ખુલ્લા આકાશના દર્શનનું મન કર્યા કરતી, એટલે મેં રોજ સવારે તેને કૂવા નજીકના જૂના અંજીર-વૃક્ષ હેઠળ બહાર ખુલ્લામાં લઈ જવાની વ્યવસ્થા કરી છે. અત્યારે પણ તે ત્યાં જ છે. તમે મારી સાથે ત્યાં ચાલો અને તેને તમારા આખરી આશીર્વાદ આપો. કારણ કે, આજની રાત તે કદાચ નહિ દેખે!”
ઍફનુશિયસ, ઉતાવળે પગલે તેમની પાછળ પાછળ વાડામ ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org