SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનવૃક્ષનાં ફળ ૩ તે જ ઘડીએ મિજલસ-ખંડનો પડદો હઠાવી એક ખૂંધા જેવો ઘરડો ટાલિયો માણસ અંદર દાખલ થયો. જોતાંવેત પૅનુશિયસ તેને ઓળખી ગયો. તે એરિયન* સંપ્રદાયનો વડો, નામે માર્કસ હતો. હમણાં જ જાણે આખું આકાશ તૂટી પડશે એવી બીકે પૅનુશિયસે પોતાના હાથ વડે પોતાનું મોં ઢાંકી દીધું. પિશાચો જેવા મનુષ્યોની આ મિજબાનીમાં કાફરો અને ફિલસૂફોએ કેવા કેવાય નાસ્તિક વિચારો દર્શાવ્યા હતા, તેથી મૅનુશિયસ વિચલિત નહોતો થયો; પરંતુ આ નવા આવેલા નાસ્તિકના દર્શનમાત્રે તેની બધી ધીરજ ખૂટી ગઈ! નજીકના ભવિષ્યમાં સંત બનનારી થાઈનો ઊડતો પાલવ તેણે આધાર તરીકે હાથમાં પકડી લીધો અને અંતરમાં માનવ-ઉદ્ધારક ઈશુ ખ્રિસ્તની તે પ્રાર્થના કરવા લાગ્યો. .. નિસિયાસે, માર્કસને જોઈ, સનાતન ઈશ્વરે આ સૃષ્ટિ સરજી હોવાના ખ્રિસ્તી સિદ્ધાંતની ઠેકડી ઉરાડતાં કહ્યું, “માર્કસ, તમારો ઈશ્વર આ સૃષ્ટિ સર્જવાની કડાકૂટમાં પડવા તત્પર થયો હશે, તે માટે તેના જીવનમાં કોઈ ભારે કટોકટી આવી પડી હોવી જોઈએ!. જો તે પોતાનો મૂળ પૂર્ણ સ્વરૂપે જ અડગ રહ્યો હોત, તો સનાતન કાળથી તે હતો તેમ તેની મૂળ પ્રકૃતિ પ્રમાણે નિષ્ક્રિય જ રહ્યો હોત!” માર્કસે જવાબ આપ્યો, “ ઈશ્વર જાતે સૃષ્ટિ સરજી હોય તો તમે દર્શાવો છો તેવો દોષ તેને આવે. પણ આ સૃષ્ટિ તો તેમના વચગાળાના એજંટ જેવા તેમના એકમાત્ર પુત્ર, ઈશુ ખ્રિસ્તે પેદા કરી છે. એ જ ઈશ્વરનો સાચો: પુત્ર છે; પણ તે સનાતન નથી, કારણ કે * અલેક્ઝાન્ડ્રિયાના એરિયસે (ઈ. સ. ૨૫૬–૩૩૬) ચલાવેલો ખ્રિસ્તી સંપ્રદાય. તે ઈશુ ખ્રિસ્તના ઈશ્વરીપણાનો વિરોધ કરતો હતો. નિસિયા શહેરમાં, ઈ. સ. ૩૨૫માં, ઍથનેશિયસ (૨૯૫-૩૭૩) ની આગેવાની હેઠળ મળેલા ખ્રિસ્તી ધર્મસંઘે તેના સંપ્રદાયને નાસ્તિક તરીકે વખોડી કાઢયો હતો. ત. ૭ Jain Education International ૯૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004993
Book TitleTapasya ane Nigraha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, C000, & C020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy