SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનવૃક્ષનાં ફળ ૯૫ ભાવનાથી જ પામી શકાય. તેથી, પુરુષ કરતાં તર્કશક્તિમાં ઓછી, છતાં ભાવના-શક્તિમાં પ્રબળતર, એવી સ્ત્રીઓ જ પરમ ગૂઢ તત્ત્વોને ઝટ પામી શકે છે. એટલે નાગે ઇવને પરમ જ્ઞાનને માટે પ્રથમ અધિકારી ગણી, તેને જ્ઞાનવૃક્ષ પાસે લઈ જઈ, તેનું દિવ્ય ફળ તેને ખાવા આપ્યું, જેથી તેને એ જ્ઞાન અવગત થાય. હવે તે ફળને બચકું ભર્યું અને પછી પોતાના સાથીને – આદમને તે ખાવા આપ્યું. પણ એટલામાં કમનસીબે હોવા બાગમાં ફરતો ફરતો ત્યાં આવી પહોંચ્યો. પેલાને જ્ઞાનફળ ખાતાં જોઈ, તેણે એવો તો તડૂકો કર્યો કે, પુરુષના હાથમાંથી પેલું જ્ઞાનફળ પડી ગયું! એટલે સ્ત્રીએ પણ પોતાના કમનસીબ પતિને ગળે વળગીને કહી દીધું કે, “હું પણ અજ્ઞાની જ રહીશ અને મારા પતિ સાથે દુ:ખની સમભાગી બનીશ.” “વિજયી બનેલા જહોવાએ ત્યાર પછી તેમને અને તેમની પ્રજાને ભય અને જડતાની સ્થિતિમાં જ રાખ્યાં. મનુષ્યોને તેણે અન્યાયી, અજ્ઞાન અને ક્રૂર જ બનવા દીધા, તથા પૃથ્વી ઉપર અનિષ્ટનું જ સામ્રાજ્ય ફેલાવા દીધું. જે કોઈ પ્રયોગશીલ કુશળ શોધક જેવું જણાય, તેને તે દુ:ખસંકટમાં જ ધકેલી દેતો. સદ્ભાગ્યે કેટલાંય વર્ષો પછી ગ્રીક લોકોમાં વિદ્વાન પુરુષો જમ્યા અને તેમણે કેવળ પોતાની પ્રજ્ઞાથી બધું જ્ઞાન શોધી કાઢયું. પછી તો એવા એવા પ્રજ્ઞાવાન પુરુષો જન્મતા ગયા કે, તેમણે એ સ્વર્ગીય જ્ઞાનવૃક્ષનાં સુંદરમાં સુંદર ફળો અહીં બેઠાં જ ઉતારી લીધાં!” કોટ્ટા હવે બોલી ઊઠયો, “મને આ બધી ફિલસૂફીની ચર્ચા ગમે છે; જો કે મને તે બરાબર સમજાતી નથી. હું તો એટલું જાણું કે, સ્વાતંત્ર્ય એ કોઈ પણ પ્રજાને મળી શકતું મહા-વરદાન છે. મારા પૂર્વજો સ્વાતંત્ર્ય માટે છૂટસ સાથે ખભા મિલાવીને રણમેદાનમાં લડતાં લડતાં જ મરણ પામ્યા હતા. જોકે, મને હવે શંકા તો પડવા જ લાગી છે કે, રોમન લોકો જેને સ્વાતંત્ર્ય કહેતા, તેનો અર્થ ખરેખર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004993
Book TitleTapasya ane Nigraha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, C000, & C020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy