________________
૧૨૦
તપસ્યા અને નિગ્રહ ગેર-ધર્મી મનુષ્યનું પણ જે જોઈને હૃદય દ્રવી જાય, તેવી થાઈની યાતનાઓ હતી. પણ ઍફનુશિયસ તો તેથી ઊલટો રાજી થતો હતો! તેને એટલું જ દેખાતું હતું કે, મહાપાપો આચરનાર થાઈનો દેહ ભલે આ બધી યાતનાઓ રૂપી પ્રાયશ્ચિત્ત વેઠે! તેનામાં અત્યારે એટલું બધું ઝનૂન ભરાયું હતું કે, પોતાનું મૂળ સૌંદર્ય હજુ કાયમ રાખી રહેલા થાઈના પાપી દેહને, પોતાનું ચાલે તો, પોતાના દંડા વડે ઘા કરી કરીને છૂંદી નાખે. અનેકોના પાપના નિમિત્ત બનેલા થાઈના એ દેહના ચિંતનથી તેનો ગુસ્સો વધતો જ ચાલ્યો; અને પછી તો થાઈએ નિસિયાસને પોતાનો શય્યાભાગી બનાવ્યો હતો એ વસ્તુ યાદ આવતાં, તેનું અંતર ગુસ્સાથી ફાટી પડવા લાગ્યું. તે એકદમ એક ડગલું આગળ વધી, થાઈની સામે કૂદકો મારીને પાછો આવ્યો અને તેના મોં ઉપર જોરથી ફૂંકયો !
થાઈએ શાંતિથી પોતાનું મોં લૂછી નાખ્યું અને આગળ ચાલવાનું જારી રાખ્યું. પૅફનુશિયસ તે સ્ત્રી સાક્ષાત નરક હોય તેમ ધૃણા દાખવતો તેની પાછળ ચાલવા લાગ્યો. એ મહાપાપીનાં પાપ ધોવા, પોતાની જાતના બલિદાનમાંથી ઈશુ ખ્રિસ્તને ભાગ આપવો ન પડે તે માટે, પૅફનુશિયસ પોતે જ, થાઈને આકરી સજા કરી, તેનાં પાપ ધોઈ કાઢી ઓછાં કરવાનો વિચાર કરવા લાગ્યો. એટલામાં થાઈના પગમાં પડેલા ચીરામાંથી વહેતા લોહીની છાપ તેને રેતી ઉપર નજરે પડી. અચાનક તેના હૃદયના વિચારોએ પલટો લીધો, અને તે ડૂસકે ડૂસકે રડવા લાગ્યો. તેની પાસે દોડી જઈ, તે તરત થાઈ સમક્ષ ઘૂંટણિયે પડ્યો અને તેના લોહીગળતા ચરણ ચૂમવા લાગ્યો. એમ કરતાં કરતાં તે સેંકડો વાર બોલી ઊઠ્યો, “મારી બહેન, મારી પવિત્રતમ માતા!”
પછી તેણે પ્રાર્થના શરૂ કરી –
“સ્વર્ગના દેવો! થાઈના પગમાંથી નીકળેલા લોહીના આ ટીપાને તમે કાળજીથી ઊંચકી લો અને પરમાત્માના સિંહાસન સમક્ષ લઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org