________________
આલ્બિનાના મઠમાં
૧૧૯
હતી. નિસિયાસે તે બધી મૂતિઓ તરફ નજર નાંખી. તેમાંની કેટલીક કદાચ તેના શબ સાથે દટાવા સરજાઈ હશે!
આમ પોતાના મૃત્યુનો વિચાર આવતાં તેને દુ:ખ થયું ! પરંતુ તેણે વિચાર કર્યો, “મૃત્યુ તો હું જન્મ્યો ત્યારથી મારી સાથે જ સોબતી તરીકે જોડે થયેલું છે. અબઘડી ભલે તે દેખાતું ન હોય, પણ તે મારી સાથે – મારામાં મોજૂદ છે જ. એટલે મારે તેનો ડર શા માટે રાખવો જોઈએ? જે વસ્તુ જોડે આવેરી જ છે, તે ગાવવાનો વળી ડર શો?”
૨૫
આલ્બિનાના મઢમાં
ચંદ્ર-દરવાજાથી બહાર નીકળી પૅનુશિયસ અને થાઈએ દરિયાને કિનારે કિનારે જતા રસ્તે આગળ વધવા માંડયું.
રસ્તામાં પૅનુશિયસે થાઈ તરફ જોઈને ઊછળતા દરિયા તરફ આંગળી કરીને એક વખત કહ્યું, “હે સ્ત્રી, આ ભૂરો મહાસાગર પણ પોતાનાં અખૂટ પાણી વડે તારાં કલંક-પાપ-દુૠરિત ધોઈ કાઢી શકે તેમ નથી. તેના શબ્દોમાં ભારોભાર ઘૃણા અને ગુસ્સો ભરેલાં
""
હતાં.
66
‘ભૂંડણ કરતાં કે કૂતરી કરતાંય બેશરમ હે સ્ત્રી, દેવનું ધામ બને તે માટે તને મળેલા તારા શરીરને તે કાફરો અને નાસ્તિકોના પાશમાં ભોગ માટે સાંપ્યા કર્યું છે; અને તારી ભ્રષ્ટતા એટલી બધી વધી ગઈ છે કે, અત્યારે પરમાત્માને યાદ કરીને હાથ જોડવા કે હોઠ હલાવવા પણ તું લાયક રહી નથી.
,,
બળબળતા સૂર્યના તડકામાં, પથરાળ રસ્તાઓ ઉપર થઈને થાઈ પૅનુશિયસની પાછળ પાછળ ગાયની જેમ ચાલતી હતી. થાકથી તેના ઢીંચણ દુ:ખવા લાગ્યા, અને તરસથી તેનું ગળું સુકાઈ ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org