SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ એકદંડિયો તપોનિવાસ ૧૪૧ વીંટાઈને દડો બની જાય. આવો તેમનો આવેશ જોઈને પાસે ઊભેલાં સાધુ-જાત્રાળુ સ્ત્રી-પુરુષ પણ એ પ્રમાણે ધૂણતાં-અમળાતાં ધૂળ ફાકવા માંડે અને ભવિષ્યવાણી ઉચ્ચારવા માંડે. ૪ ૉનુશિયસ એ બધાં તરફ જોઈને કોઈ કોઈ વાર પરમાત્માને કરગરી પડતો - “પ્રભુ, આ બધાંની અપવિત્રતાઓ અને રોગો મને નિવેદિત થતાં હોવાથી જ મારું શરીર આટલાં બધાં મલિન સત્ત્વોથી બની ગયું છે !” ભરપૂર જ્યારે જ્યારે કોઈ બીમાર કે ગાંડું માણસ સુધરીને-નીરોગી થઈને ત્યાંથી પાછું ફરતું, ત્યારે ત્યાં તેનો વરઘોડો નીકળતો અને લોકો આ ચમત્કારી ધામનાં ગુણગાન ગાતાં. એ સ્તંભતીર્થ અપંગોએ સાજા થઈ તજી દીધેલી અને ત્યાં રજૂ કરેલી ઘોડીઓથી, કૃતજ્ઞ સ્ત્રીઓએ અપેલી પુષ્પમાળાઓથી, અને યાત્રાળુઓએ જુદી જુદી ભાષામાં કોતરેલાં પોતાનાં નામોથી છવાઈ ગયું—ઊભરાઈ ગયું. આ અને ઇસ્ટરનો તહેવાર આવ્યો ત્યારે તો ચમત્કારોના તીર્થધામમાં હજારો લોકોનો એવો સમૈયો થયો કે, ઘરડેરાઓ તો પ્રાચીનકાળના ચમત્કારભર્યા દિવસો યાદ કરવા લાગ્યા. અને સમૈયો હોય ત્યાં ખેલ-તમાશો કરનારા, દુકાનદારો, વાહનોવાળા, ફેરિયાઓ, દવાઓ વેચનારાઓ, ભઠિયારાઓ, વેશ્યાઓ, નર્તકીઓ, જુગારના અડ્ડાવાળાઓ – એમ બધા જ પચરંગી ધંધેદારીઓ પણ ભેગા થાય જ. અને રાત પડી, ત્યારે ચારેકોર રસોઈ માટે, તથા અજવાળા માટે સળગેલાં તાપણાં, મશાલો, ફાનસો ઇથી આસપાસના પ્રદેશનો દૂર ઈશુ ખ્રિસ્તનું કબરમાંથી પુનરુત્થાન થયેલું તેની યાદગીરીનો ખ્રિસ્તી તહેવાર. 'ગુડ ફ્રાઇડે' પછીના રવિવારે. * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004993
Book TitleTapasya ane Nigraha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, C000, & C020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy