________________
૧૪૨
તપસ્યા અને નિગ્રહ સુધીનો દેખાવ તારાજડિત આકાશ જેવો થઈ ગયો. ઠેર ઠેરથી નૃત્યાંગનાઓનાં નૃત્યસંગીત તથા વાદ્યોના અવાજો સંભળાવા લાગ્યા; અને જુગારીઓના તથા વેશ્યાઓના અડ્ડાઓમાં લોકોની અવરજવર શરૂ થઈ ગઈ.
એટલામાં અચાનક ચંદ્રોદય થયો, અને નાઈલ નદીના પાણી ઉપર થાઈની સમગ્ર આકૃતિ ચમકતી ચમકતી ઊભી થતી હોય એવું દૃશ્ય પૈફનુશિયસની નજરે પડયું!
કેટ્ટાનું ધર્માતર ! દિવસ ઉપર દિવસ પસાર થવા લાગ્યા; અને એ તપસ્વી સ્તંભ ઉપર જ વસવાટ કરી રહ્યો. વર્ષાઋતુ વખતે છાજની તરાડોમાંથી પાણી અંદર આવતું અને તેને આખે શરીરે પલાળતું. તે વખતે ઠંડીથી અકડાઈ ગયેલા તેના અવયવો હાલચાલ પણ કરી શકતા નહીં. બીજી સ્તુઓમાં સૂર્યથી બળતાં, અને ઝાકળથી રતૂમડાં બની જતાં તેનાં અંગો ઉપરની ચામડી તરડાઈને તૂટવા લાગી હતી, તથા તેના હાથ અને પગ ઉપર તેને મોટાં મોટાં ઘારાં પડ્યાં હતાં. પરંતુ થાઈ માટેની તેની કામના હજુ પહેલાં જેટલી જ તેના અંતરમાં જોરથી ભભૂકતી હતી. તેથી ત્રાસીને તે વારંવાર પોકાર કરી ઊઠતો –
“હજુ મારી તપસ્યા પૂરતી નથી થતી, પ્રભુ? હજુ મને આ અપવિત્ર વિચારો શા માટે સતાવે છે? તો શું આખી દુનિયાની કામવાસના મારી ઉપર જ તે મોકલી આપવા માંડી છે, જેથી એ વઘીનું મારી આ કારમી તપસ્યાથી મારણ થાય? તેથી જ સંતજનોનાં હૃદયોમાં પાપી જનો કરતાં વાસનાઓનું ઘમસાણ વધુ પ્રબળ રહેતું હશે? તો ભલે, પ્રભુ, મને તું આખા જગતની વાસનાઓનું આખરી ધામ બનાવ!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org