________________
એકદંડિયો તપોનિવાસ
૧૩૭
થયા ને કેટલીક સ્રીઓ રોટલા, ખજૂર અને તાજું પાણી લઈને ત્યાં આવી. તેમની સાથેના છોકરાઓ નિસરણી ઉપર ચડીને ઑફનુશિયસને બધું પહોંચાડી આવ્યા.
થાંભલા ઉપરની સપાટ જગા એક માણસ પગ લાંબા કરી સૂઈ શકે તેટલી નહોતી. એટલે પૅનુશિયસ પલાંઠી વાળીને બેઠો બેઠો પોતાનું માથું છાતી ઉપર ટેકવીને જ જેટલી ઊંઘ લઈ શકે તેટલી લઈ શકયો. તેથી, વસ્તુતાએ જાગ્રત અવસ્થા કરતાં તેની એ સુષુપ્ત અવસ્થા વધારે આકરી સજારૂપ બની રહી. સવારે મચ્છી-બાજ પંખીઓએ પોતાની પાંખો તેના શરીર સાથે ઘસવા માંડી, ત્યારે તે વેદના અને ત્રાસનો માર્યો ઝબકીને જાગી ઊઠયો.
થોડા જ વખતમાં સ્તંભ ઉપરના આ તપસ્વીના સમાચાર એક ગામડેથી બીજે ગામડે ફેલાઈ ગયા. પૅનુશિયસના શિષ્યોને પણ પોતાના ગુરુજીના આ અદ્ભુત એકલદંડિયા નિવાસના સમાચાર મળ્યા, ત્યારે તેઓ ઝટ ત્યાં દોડી આવ્યા, અને તેમની પરવાનગીથી એ સ્તંભની અસપાસ તેમણે પોતાને માટે ઝૂંપડીઓ બાંધી દીધી. જાણે નવો આશ્રમ વસી ગયો! દર સવારે તેઓ એ સ્તંભની આસપાસ કુંડાળું વળી ઊભા રહેતા અને પૅનુશિયસ તેમને સદુપદેશ આપતો —
“બેટાઓ, તમે, જિસસ જેમને ખૂબ ચાહતા હતા તેવાં બાળકો જેવા બની રહો. મુક્તિનો એ જ માર્ગ છે. કામવાસના જ બધાં પાપોનું મૂળ છે. અભિમાન, અદેખાઈ, આળસ, ગુસ્સો અને ઈર્ષ્યા
-એ બધાં જ તેનાં વહાલાં સંતાનો છે. મે' અલેકઝાંડ્રિયામાં એનું પ્રમાણ નજરે જોયું છે: કેટલાય તવંગર માણસોને એ વાસના, પૂર આવેલી નદીની જેમ, અધોગતિના ગર્ભમાં ખેંચી જતી મે જાતે જોઈ છે. ”
આ વિચિત્ર તપસ્યાની વાત સાંભળી, ઍક્મ અને સેરાપિયાં મઠોના મહંતો, એ બધું નજરે જોવા ત્યાં આવ્યા. તેમનું જહાજ દૂરથી પાસે આવતું જોતાં જ પૅનુશિયસને એવો વિચાર આવ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org