________________
પ્રેમભક્તિની સંજીવની આ મનોરમ્ય કથાને આવકાર આપું છું. એના સંપાદનનું નિમિત્ત-કારણ સત્યાગ્રહ’ પત્ર બન્યું એથી કૃતાર્થ-આનંદ થાય છે.
૧૯૨૫-૬ના ગાળામાં આનાતોલ ફ્રાંસની આ વાત પહેલી જાણી હતી, તે સત્યાગ્રહ આશ્રમના દિવસો યાદ આવ્યા. તપોભૂમિ, આશ્રમ, અને તેના હેતુઓ તથા આદર્શ ઇ0ની ગંભીર ચર્ચા એ વખતે સત્યાગ્રહાશ્રમમાં ચાલતી. તેમાં, ખાસ કરીને, ભાઈશ્રી ભણસાળી, સ્વ૨ મહાદેવભાઈ આ કથા વિષે ખૂબ વાત કરતા. આશ્રમના गताः नः खलु ते दिवसाः ।
આ ચોપડી તે બધું તાજું કરાવે છે, એથીય ઋતાનંદ આવે છે. અને તે વાંચીને ભક્ત સૂરદાસની પેલી અમર પંક્તિઓ યાદ આવે
दीनन-दुःख-हरन देव, संतन हितकारी । આગામી ગીધ વ્યTધ, રૂનમેં હો ન સાધ?
पंछीको पद पढात, गणिका-सी तारी ॥ આ કથા એક ગણિકાના ઉદ્ધારની છે: ઉદ્ધારક ડૂબે છે–પતિતા પાર કરી જાય છે! અધ્યાત્મ-સિદ્ધિ અને મુક્તિ કેવી ગૂઢ અનુભવગમ્યતા છે! ઉદ્ધારક મનાતી વ્યક્તિ તારક નથી; બહુ બહુ તો ગુરુ પેઠે બાહ્ય નિમિત્ત તે બને; બાકી, અંતરયામી “સીતારામ' પ્રભુ પતિતપાવન સાચો તારક છે; જે દરેકના હૃદયમાં હાજરાહજૂર છે. છતાં, નિમિત્ત બનતી વ્યક્તિ જો અભિમાન કરે તો?— આ કથા એનો જવાબ આપશે.
ઉપનિષદોએ તો માનવ અધ્યાત્મના ઇતિહાસના આદિકાળથી આત્માના આવા જાદુ વિશે કહી જ રાખ્યું છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org