________________
૧૬૪
તપસ્યા અને નિગ્રહ અચાનક ચોતરફથી એક મોટો પોકાર ઊઠ્યો: “પધાર્યા! પધાર્યા!” અને તરત જ રેતીના એક મોટા ટેકરા ઉપરથી, મકારિયસ અને ઍમેથસ નામના પોતાના પ્રિય શિષ્યોના ટેકા સાથે, સંત ઍન્થની નીચે ઊતરતા દેખાયા. તે ધીમેથી ચાલતા હતા, પરંતુ તેમની દેહાકૃતિ ટટાર હતી અને તેમનામાં રહેલા ગૂઢ આધ્યાત્મિક બળની સાક્ષી પૂરતી હતી. તેમની સફેદ દાઢી તેમની છાતી ઉપર છવાયેલી હતી, અને તેમની આંખો ગરુડ જેવી તીવ્ર હોવા છતાં, તેમના મોં ઉપર એક બાળક જેવું નિર્દોષ હાસ્ય છવાયેલું હતું. સૌને આશીર્વાદ આપવા તેમણે પોતાના હાથ ઊંચા કર્યા.
ઋષિ ઍન્થની – સ્વર્ગ અને નરક જેમને હથેળીમાંના ખજૂરની જેમ પ્રત્યક્ષ હતાં; મહાતપસ્વી–પર્વતની પોતાની ગુફામાંથી જે આખા ખ્રિસ્તી ધર્મતંત્ર ઉપર શાસન ચલાવતા હતા; તથા સંતશિરોમણિ-કે જેમણે શહીદોની શ્રદ્ધાને પણ દૌર્ય પૂર્યું હતું; મહાપંડિત – કે જેમણે પોતાના જ્ઞાનથી નાસ્તિકોની જીભોને ચૂપ કરી દીધી હતી:-- તેવા એ ઋષિ પોતાનાં સૌ સંતાનોને વ્યક્તિગત રીતે મળીને આશીર્વાદ આપી, તેમની અંતિમ વિદાય લેવા લાગ્યા.
ઍફ્રેમ અને સેરાપિયાના મહંતોને તેમણે કહ્યું, “તમે મોટાં મોટાં સાધુ-સૈન્યોના કુશળ સેનાપતિઓ છો; તમારે માટે સ્વર્ગમાં સુવર્ણમય બખ્તર ઘડાઈ રહ્યું છે.”
બુઢા પૅલેમૉનને તો તે ભેટી પડ્યા અને બોલ્યા “મારાં સંતાનોમાં સૌથી ભલા અને શ્રેષ્ઠ મારા આ સંતાનને જઓ! દર વર્ષે તે જે વટાણા વાવે છે, તેનાં ફૂલ જેવી ફોરમ તેના અંતરાત્મામાંથી મઘમઘી રહી છે.”
મહંત ઝોઝિમસને તેમણે આ શબ્દોમાં સરાહ્યો
“પરમાત્માની કૃપાળુતામાંથી તે કદી શ્રદ્ધા ગુમાવી નથી; તેથી પરમાત્માની શાંતિએ તારામાં ચિરંતન નિવાસ કર્યો છે. તારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org