________________
વળગાડના ઉતાર માટે
તે દૃશ્ય જોઈ ઍક્નુશિયસને જાણે રડવું આવી ગયું.
ર
પોતાની ઝૂંપડીએ પાછા ફરીને પૅનુશિયસે જોયું તો અંદર તોફાની પવનમાં ઊડી આવેલી રેતીના કણો જેવાં નાનાં નાનાં અસંખ્ય શિયાળો આમથી તેમ દોડાદોડ કરી રહ્યાં હતાં: પોતાનું એ સ્થળ સેતાનના સંપૂર્ણ કબજામાં આવી ગયું હતું !
તે જ રાતે તેને ફ્રી એક સ્વપ્ન દેખાયું. તેમાં તેણે એક મોટો શિલા-સ્થંભ જોયો, જેની ટોચે માનવ મુખાકૃતિ કોતરેલી હતી. તે જ વખતે તેણે એક અવાજ પણ સાંભળ્યો –
“એ સ્થંભ ઉપર ચડી જા!”
૧૩૫
સવારમાં પૅનુશિયસ એવી ખાતરી સાથે ઊઠયો કે, એ સ્વપ્ન પરમાત્માએ જ મોકલ્યું છે. અને તેણે તરત પોતાના શિષ્યોને ભેગા કર્યા અને જાહેર કર્યું
—
66
‘મારાં વહાલાં સંતાનો, મારે તમને છોડીને જવાનું છે. પરમાત્મા મને દૂર મોકલી રહ્યા છે. મારી ગેરહાજરીમાં મારે બદલે લેવિયનની આજ્ઞામાં રહેજો, અને આપણા ભલા પૉલની સંભાળ રાખજો. તમને સૌને મારા આશીર્વાદ છે!”
Jain Education International
સૌ તરત જ ઘૂંટણિયે પડયા; થોડા વખત પછી જ્યારે તેઓએ માથું ઊંચું કરીને જોયું, ત્યારે રેતાળ ક્ષિતિજમાં પૅનુશિયસની ઊંચી ઘેરી આકૃતિ દૂર અદૃશ્ય થતી જતી હતી.
For Private & Personal Use Only
www.jainelibrary.org