________________
હૃદયપલટો તમારા ઉચ્ચારેલા બધા શબ્દો હું બરાબર સાંભળી શકું છું!” અને ભાગ્યવાન થાઈ, તું પણ એ પરમ-ઉદ્ધારક જે કહે છે તે સાંભળ – એ શબ્દો તે પોતે જ બોલી રહ્યા છે, હું નહિ. તે કહે છે, “મારા ખોવાયેલા પ્રાણી! હું તને ક્યારનોય શોધ્યા કરતો હતો! છેવટે મેં તને ખોળી કાઢી છે. હવે મારાથી દૂર ન ભાગતી. હું તને મારા હાથે પકડી, ઘેટાની પેઠે મારા ખભા ઉપર ઊંચકી લઈ, સ્વર્ગે લઈ જઈશ. મારી થાઈ, આવ, આવ; મેં તને મારી પ્રિયતમા તરીકે પસંદ કરી છે.”
અને આમ બોલતો બોલતો ઍફનુશિયસ ઘૂંટણિયે પડયો અને ધ્યાનમગ્ન થઈ ગયો હોય તેમ તેની આંખો અધ મીંચાઈ. તે વખતે થાઇને તેના ચહેરામાં જાણે પ્રત્યક્ષ ઈશુ ખ્રિસ્તનાં દર્શન થયાં.
તે હવે ઊંડા નિસાસા નાખતી રૂદન કરવા લાગી – “હે ભલા પિતા અહમસ, ધર્મદીક્ષા બાદ, સફેદ જભામાં વીંટેલી મને તમારા હાથમાં તમે ઊંચકી લીધી હતી, ત્યારે બચપણમાં જ હું મરી ગઈ હોત, તો કેવું સારું થાત? તો આજે ઢગલાબંધ પાપોથી હું આવી અપવિત્ર બની રહી ન હોત !”
ઑફનુશિયસ એ શબ્દો સાંભળી, તરત જ ચોંકી ઊઠયો; તે તેના તરફ આગળ ડગ ભરીને બોલ્યો –
ઓહો! તને ધર્મ-દીક્ષા મળી ચૂકેલી છે, એમ? એ દીક્ષાવિધિના પ્રતાપે જ ત્યારે હું તારી પાસે ખેંચાઈ આવ્યો છું! તેને કારણે જ તું એટલે દૂરથી પણ મારી નજરે આવી પ્રિય અને આવી સુંદર દેખાઈ હતી! એ પવિત્ર દીક્ષા-જળ જ મને, ઈશ્વરની ઓથ છોડી, તને શોધવા, અહીંના સંસારી જનોના ઝેરી વાતાવરણમાં ખેંચી લાવ્યું. બસ, બસ, તો આવ મારી પ્રિય ભગિની, હવે તારા ધર્મ-બંધુ પાસેથી શાંતિનું ચુંબન ગ્રહણ કર !”
અને ઍફનુશિયસે એ ગણિકાનો કપોલ પ્રદેશ ચૂમ્યો. પછી ઍફનુશિયસ ચૂપ થઈ ગયો, જેથી ઈશ્વર પોતાનો અવાજ બંનેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org