________________
૧૭૪
તપસ્યા અને નિગ્રહ અને થાઈ પાસે જઈ અધ્યક્ષાએ હળવેથી પોતાની આંગળીઓ એ મૃત સ્ત્રીનાં પોપચાં ઉપર દાબી દીધી.
ઍફનુશિયસ લથડિયું ખાતો પાછો પડયો.
કુંવારિકાઓએ સ્તોત્ર આરંભ્ય, પણ અચાનક તેઓનો અવાજ તેમના ગળામાં જ રૂંધાઈ ગયો. તેઓની નજર પેલા સાધુના ચહેરા ઉપર પડી, અને તેઓ ભય-ત્રાસનાં માર્યા ચીસ પાડતાં નાઠાં – પિશાચ! પિશાચ!”
અને સાચે જ ઑફનુશિયસનો ચહેરો છળી મરાય તેવો થઈ ગયો હતો. પોતાના મોં ઉપર હાથ ફેરવતાં ઍફનુશિયસને પોતાને પણ પોતાની આ વિદ્રપતાની ખબર પડી.
થાઈ તરી ગઈ, એનો સાંઈ બનેલો સાધુ ડૂળ્યો!
–૦ સમાપ્ત ... –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org