________________
૧૭૦
તપસ્યા અને નિગ્રહ તમે તેને પેલી કોટડીમાં પૂરીને બારણા ઉપર તમારી મુદ્રા લગાવીને ગયા, ત્યાર પછી મેં તેને નિયમિત ખોરાક-પાણી પહોંચાડ્યાં હતાં; તથા ઉપરાંતમાં તેના ધંધાવાળી સ્ત્રીઓ જેવી બંસી રાખે છે તેવી બંસી પણ મોકલાવી હતી, જેથી તે શૂન્યચિત્ત બની ન રહે, તથા મનુષ્યોના મનોરંજન અર્થે બતાવેલી કુશળતા જેટલી જ, અથવા તેથી પણ વધુ કુશળતા તે ઈશ્વર પ્રીત્યર્થે પણ દાખવે. અને એમ કરવામાં મેં ઠીક ઠીક ડહાપણ અને દીર્ધદૃષ્ટિ દાખવ્યાં હતાં, એમ મને પરિણામે જણાયું છે. કારણ કે, થાઈ એ બંસી ઉપર આખો દિવસ પરમાત્માની સ્તુતિ કર્યા કરતી; અને આસપાસની બધી સાધ્વી
ઓને એમ જ લાગતું કે, જાણે સ્વર્ગના ઉપવનની કોકિલા જ નિરંતર કૂજ્યા કરે છે.
આ પ્રમાણે થાઈએ સાઠ સાઠ દિવસ સુધી તપશ્ચર્યા કર્યા કરી; પછી તેની કોટડીના બારણા ઉપર તમે લગાવેલી માટીની મુદ્રા આપોઆપ ખરી પડી અને બારણું ઊઘડી ગયું. એ નિશાની ઉપરથી મને ખબર પડી કે, એના ઉપર તમે નાખેલી આકરી કસોટી પૂરી થઈ છે અને પરમાત્માએ એનાં બધાં પાપોની માફી બક્ષી દીધી છે.
તે દિવસથી માંડીને થાઈને મારી બીજી સાધ્વીઓ સાથે જ સામાન્ય કામકાજ તથા પ્રાર્થનામાં મેં જોડાવા દીધી. તે દરમ્યાન પોતાની વાણી અને કૃત્યોમાં દાખવેલી નમ્રતાથી એ તેમને સૌને દૃષ્ટાંતરૂપ બની રહી. કોઈ કોઈ વાર, અલબત્ત, તે ખિન્ન બની જતી; પણ એ વાદળની ઘટા તરત જ વીખરાઈ જતી. જ્યારે મેં જોયું કે, તે શ્રદ્ધા, આશા અને પ્રેમભાવથી ઈશ્વર પ્રત્યે પૂરેપૂરી ખેંચાઈ છે, ત્યારે મેં તેની અભિનયકળાનો અને સૌંદર્યનો ઉપયોગ તેની બીજી ધર્મભગિનીઓના લાભાર્થે કરવાનું વિચાર્યું. મેં તેને ધર્મકથાઓ તથા ધર્મશાસ્ત્રોમાં આવતાં અધિકારી સ્ત્રીઓનાં વિશિષ્ટ ચરિત્રોનો અભિનય કરવાના કામે લીધી. પૂજ્ય પિતાજી, તમારું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org