________________
સંત ઍન્થનીની વિદાય આ શબ્દો સાંભળતાં જ ઑફનુશિયસ આકાશ તરફ આંખો ઊંચી કરીને મનમાં ગણગણ્યો
“આટઆટલાં પાપાચરણ કરનાર માણસ તરફ, હે પ્રભુ, તમે કૃપાદૃષ્ટિ દાખવો છો; પરંતુ તમારી બધી આજ્ઞાઓનું પાલન કરનાર મારાથી તમે વિમુખ જ રહો છો! આ તે તમારો કેવો ન્યાય?”
ઝોઝિમસ અચાનક પોતાના હાથ લાંબા કરીને દૂર કશુંક બતાવતાં બોલી ઊઠયો–
જુઓ પિતાજી! ક્ષિતિજની બંને બાજુએ ઊભરાતી કીડીઓ જેવાં કાળાં કાળાં ધાબાં દેખાય છે. આપણી પેઠે સંત ઍન્થનીનાં દર્શને જવા નીકળેલા સાધુઓ જ તે છે!”
જ્યારે પૈફનુશિયસ અને ઝોઝિમસ સમૈયાને સ્થળે આવી પહોંચ્યા, ત્યારે તેઓએ જોયું કે, સાધુ-તપસ્વીઓનું એ લશ્કર, ત્રણ પંક્તિમાં અર્ધચંદ્રાકાર ગોઠવાઈ ગયું હતું: પ્રથમ પંક્તિમાં રણપ્રદેશના વૃદ્ધ આશ્રમવાસીઓ હતા; તેમના હાથમાં ફૂસ હતા, અને તેમની લાંબી દાઢીઓ છેક જમીન સુધી જતી હતી. બીજી પંક્તિમાં ઍફ્રેમ અને સેરાપિયાની હકૂમત હેઠળના સાધુઓ તથા નાઈલ-કાંઠાના મઠવાસીઓ હતા. તેમની પાછળ, ત્રીજી પંક્તિમાં દૂર દૂરના પર્વતોમાંથી આવેલા તપસ્વીઓ હતા. તેમના દીદાર અનોખા હતા: તપથી તેમનાં શરીર સુકાઈ કાળાં પડી ગયાં હતાં; કેટલાકે ચીંથરાંની વિચિત્ર કંથાઓ ઓઢી હતી; કેટલાકે બરુની બનાવેલી સાદડીઓ કમરે ટ્વટી હતી; તો કેટલાક તો માત્ર પોતાના શરીરના વાળથી ઢંકાયેલા દિગંબરો જ હતા!
આખી મેદની એવી લશ્કરી શિસ્તથી ગોઠવાયેલી હતી કે, ઍફશિયસને પોતાની શિષ્યમંડળી શોધી કાઢતાં વાર ન લાગી. પોતાનું મેં કોઈ જોઈ ન જાય તે રીતે બરાબર ઢાંકી દઈ, તે એ મંડળી પાસે જ જઈને ઊભો રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org