________________
૮
સંત ઍન્થનીની વિદાય
૧
ઝોઝિમસ અને પૅનુશિયસ બંને જણ, તેમની પાછળ આવતા સાધુઓની આગેવાની લઈને, સંત ઍન્થનીનાં દર્શને જવા આગળ ચાલ્યા. રસ્તામાં પૅફનુશિયસે કહ્યું
66
‘ઈશ્વર અદ્વિતીય – એક છે; કારણ કે, તે સત્ય છે; અને સત્ય એક જ હોય. આ જગત અનેકરૂપ છે, અને તેથી તે સત્ય છે - મિથ્યા છે. જગતના પદાર્થોની વિવિધતા સુખપ્રદ તથા આકર્ષક લાગે છે, એનો અર્થ જ એ કે, તે અનિષ્ટરૂપ છે. આ જગતના બધા આકર્ષક – લોભામણા પદાર્થોનો અર્ક હોય, તો તે મોહિની સ્ત્રી છે. એટલે જે માણસનું મન સ્રી તરફથી સીલબંધ બની રહ્યું હોય, તે માણસ જ સુખી છે.”
ઝોઝિમસ તેનાં આ ઉપદેશવાકયો સાંભળી તેમના મનનચિંતનમાં પડી ગયો, અને થોડી વાર પછી બોલ્યો :~
66
પિતાજી, તમે જે આ હાર્દિક સત્ય પ્રગટ કર્યું, તે સાંભળ્યા પછી મને મારાં પાપ અને નિર્બળતાની કબૂલત તમારી આગળ કરી લેવાનું મન થાય છે. આવી કબૂલતથી પાપ ધોવાઈ જાય છે, એવું શસ્રવચન છે. હું સાધુ થયો, તે પહેલાં બહુ દુરાચારી અને સ્વચ્છંદી હતો. મદોરા શહેર એની સ્વરૂપવતી વેશ્યાઓ માટે મશહૂર છે. ત્યાં મેં દરેક પ્રકારનો સુખભોગ માણ્યો છે. રોજ રાતે હું મારા જેવા જુવાન વિલાસીઓની સોબતમાં એ બધી રૂપસુંદરીઓ સાથે મિજબાની ઉડાવવા જતો અને પછી મને જે વધુ પસંદ પડે તેને
૧૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org