________________
વિધ
તેઓમાંના એકે જવાબ આપ્યો—
..
“બંધુ, તમને ખબર નથી કે, પિતાગુરુ ઍન્થની એકસો પાંચ વર્ષના થયા છે; તથા તેમનો અંતકાળ નજીક આવ્યો છે, એવી તેમને આગાહી થઈ છે. એટલે કોલ્ડ્રિન પર્વત ઉપરથી તે પોતાનાં ધર્મસંતાનોને છેવટના આશીર્વાદ આપવા નીચે ઊતરી આવ્યા છે. અમે હાથમાં તાલપત્ર લઈ, તેમનાં દર્શનાર્થે જઈએ છીએ. પરંતુ બંધુ, આવી મોટી બીનાની તમને ખબર પણ નથી એ કેવું? આ કબ્રસ્તાનમાં કોઈ દેવદૂત આવીને તમને એ વાતની ખબર કહી ન ગયો?”
“અરેરે, હું એવી કૃપાનો અધિકારી નથી. આ કબ્રસ્તાનમાં તો મલિન સત્ત્વો અને ભૂતાવળ જ રહે છે. હું ઍન્ટિનોનો મહંત પૅનુશિયસ છું; મારા કલ્યાણ માટે પ્રાર્થના કરજો; હું પરમાત્માનો અતિ હલકટ દાસ છું.
""
૧૫૯
**
“ અરે, શું તમે જ ઑફનુશિયસ પોતે છો? વાહ, તમારાં સત્કૃત્યો અને ચમત્કારોને કારણે તમે તો મહાત્મા ઍન્થનીના જ બરોબરિયા થવાના છો, એમ સૌ કોઈ માને છે. વાહ, તમે તો ગણિકા થાઈને પ્રભુને માર્ગો વાળી છે! તમે સ્તંભ ઉપર રહેતા હતા, ત્યાંથી દેવદૂતો . આવીને તમને આકાશમાર્ગે લઈ ગયા, એ બીના સ્તંભ પાસે રાતે ચોકી કરનારાઓએ નજરોનજર જોઈ હતી. તમે દેવદૂતોની શ્વેત પાંખો વચ્ચેથી હાથ લાંબો કરીને આસપાસના મોનવ નિવાસો ઉપર આશીર્વાદ વરસાવતા ચાલ્યા ગયા હતા, બીજે દિવસે તમને એ સ્તંભ ઉપર ન જોઈને ચોતરફ હાહાકાર થઈ ગયો. પરંતુ તમારા શિષ્ય લેવિયને પોતે તમારા આકાશમાર્ગ પ્રયાણની ચમત્કારી વાત સૌ કોઈને કહી સંભળાવી, અને પછી તે તમારા શિષ્યોનો મહંત બન્યો. પેલો મૂરખ પૉલ આ બધી વાતોનો વિરોધ કરવા લાગ્યો. તે એમ જ કહેતો કે, સ્વપ્નમાં તેણે બરાબર જોયું છે કે, તમને તો જ ઉપાડી ગયાં છે. લોકોએ એ સાંભળી તેના ઉપર પથરા મારવા માંડયા, અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org