________________
અધિ
૧૫૭
જાગી ઊઠયો. તેણે આસપાસ જોયું અને કલ્પના કરી કે, એ અવાજ કબરમાં દટાયેલા પેલા મૃત રાજવીનો છે. કાનફૂ સિયાના અવાજે ઉતાવળે ઉતાવળે તે કહેતો હતો
“હેલન! હેલન ! જલદી આવ, આપણે ભેગાં સ્નાન કરીએ!" એક સ્ત્રી કે જેનું માં પૅનુશિયસના કાન પાસે જ હતું, તે બોલી, “પ્રિયતમ, હું શી રીતે ઊઠું? જુઓને આ સાધુડો–
..
""
અને પૅનુશિયસને અચાનક ખબર પડી કે, પોતાનો ગાલ એક સ્ત્રીની છાતી ઉપર દબાયેલો છે. પેલી વીણાધારિણીને તે તરત ઓળખી ગયો. તે સહેજ ઊંચો થયો એટલે પેલીએ ઊઠવા માટે પોતાની છાતી સહેજ ઊંચી કરી. તરત જ પૅનુશિયસ એના મધુર, ગરમ, સુગંધિત શરીરને પાછો જોરથી વળગી પડયો અને બોલ્યો—
“રહે, રહે, મારી સ્વર્ગીય દેવી!”
પરંતુ પેલી તો સરકીને કયારની ઉંબર ઉપર પહોંચી ગઈ હતી. તે ચંદ્રનાં કિરણમાં ચમકતા મધુર હાસ્ય સાથે બોલી -
""
વાહ, હું શા માટે અહીં રહું? આવી તીવ્ર કલ્પનાશક્તિવાળા તમારે માટે તો કલ્પના-રૂપ મારો પડછાયો જ પૂરતો થઈ પડશે! ઉપરાંત, તમે મારી સાથે પાપ આચરી જ બેઠા છો! હવે અહીં રોકાઈ રહેવાનું મારે બીજું શું વિશેષ પ્રયોજન પણ છે?”
પૅશિયસ તે રાત્રી દરમ્યાન ખૂબ રડયો; પછી સવાર થતાં એક નમ્ર ઠપકા જેવી પ્રાર્થના તે ગણગણ્યો—
“જિસસ, મારા પ્રભુ! તમે મને કેમ વિસારી મૂકયો છે? હું કેવા ભારે જોખમમાં છું એ શું તમે જોતા નથી? હે દયાળુ ઉદ્ધારક, મને મદદ કરો! તમારા પિતા તો હવે મને જરાય ચાહતા નથી, તથા મારી એકે વાત સાંભળતા નથી; તેમની મને સહેજે પણ આશા નથી, અને મારી સમજમાં પણ કોઈ રીતે તે આવતા નથી. હવે મને તમારો જ આશરો રહ્યો છે. તમે તો સ્ત્રીને પેટે જન્મ્યા છો! હું જે પૃથ્વી ઉપર આ બધાં પ્રલોભનોમાં સિઝાતો અને શેકાતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org