Book Title: Tapasya ane Nigraha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 169
________________ મારાથી ભાગીને કર્યાં જઈશ? ૧૫૫ બોલવા લાગી, તેમ જો પોતાના પગ તળે દટાયેલો રાજા પણ જાદુને જોરે બહાર નીકળી આવ્યો, અને પછી આ વીણાધારિણી સાથે પ્રેમચેષ્ટાઓ કરવા લાગ્યો, તો પોતાનું શું થશે? અને એટલામાં ખરેખર તેણે એક ગાઢ ચુંબનનો અવાજ સાંભળ્યો જ! જાદુ અને માયાની શક્તિઓથી અદ્ભુત અદ્ભુત ચમત્કારો સરજી શકાય છે, એ વાત તે જાણતો હતો અને તેમાં માનતો પણ હતો. પછી તો રોજબરોજ જુદી જુદી જાતના આભાસો તેને દેખાવા લાગ્યા. જુદા જુદા તત્ત્વચિંતકો આવી તાત્ત્વિક દલીલોથી જિસસ-ભક્તિની વ્યર્થતા તેને સમજાવવા લાગ્યા:– જગતમાં જે સૌંદર્ય છે, જે સુખભોગ છે, તેમને સ્વીકારી લઈ, સરજનહારની સૃષ્ટિરૂપી કલાકૃતિને સફળ બનાવવી, એ જ ખરો પુરુષાર્થ છે, ખરી કૃતાર્થતા છે; જગતને અને પોતાની જાતને, પરલોકની કોઈ અજ્ઞાત વસ્તુની ગાંડી ઝંખનામાં નકારવાં, એ મૂર્ખતા જ છે. આમ પૅનુશિયસને સતત તન અને મનની તાવણી અને સતામણી શરૂ થઈ. સેતાને તેને એક ક્ષણ પણ જંપવા દીધો નહિ. આ કબરની નીરવતા તેને માટે કોઈ મોટા શહેરની શેરીઓ કરતાં પણ વધુ અવરજવર અને ધાંધલવાળી બની રહી. ભૂતાવળો મોટે અવાજે હસ્યા કરતી, અને લાખો મલિન સત્ત્વો તેની નજર સમક્ષ બો પ્રાકૃત વ્યવહાર આચરી બજાવતાં. સાંજના તે ઝરણાને કિનારે જાય, ત્યારે ત્યાંના કાંઠા ઉપર નાચતી અપ્સરાઓ, ગાંધર્વીઓ અને કિન્નરીઓ તેને પોતાનાં નૃત્યનાં વમળમાં ખેચી જવા પ્રયત્ન કરતી, ભૂતપિશાચ તો હવે તેનાથી જરાય બીતાં નહિ. તેઓ છેક પાસે આવી તેને સંબોધતાં, અપમાનિત કરતાં, અને ટકા પણ મારતાં. એક ભૂત તો તેની કેડે બાંધેલો જનોઈ-કંદોરો જ છોડી ગયું! છેવટે તેણે પોતાના હાથ વડે કાંઈક કામકાજ કરીને, શરીરામ વડે, પોતાના મનને બીજે રોકી કાંઈક શાંત પાડવાનો વિચાર કર્યો. ઝરણા પાસે થોડાંક કેળનાં ઝાડ હતાં. ત્યાંથી તે થોડા દાંડા તોડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194