________________
૧૫૪
તપસ્યા અને નિગ્રહ આત્મા સ્વર્ગમાં રહ્યો રહ્યો તમારા શરીરને સતત પાપાચરણ કરતું જોશે, ત્યારે તમારી કેવી વલે બેસી જશે, એ તો વિચારો! ઈશ્વરે પણ કયામત પછી તમારું શરીર તમને પાછું આપવાનું વચન આપ્યું છે, એટલે તેમની મૂંઝવણ પણ જોવા જેવી થશે! મલિન સત્ત્વથી ઉજજીવિત થયેલા અને માયાવિનીથી રક્ષાયેલા તમારા શરીરને ઈશ્વર પણ સ્વર્ગીયતા શી રીતે અર્પી શકશે વારુ? તમે એ મુશ્કેલીનો વિચાર કર્યો લાગતો નથી; ઈશ્વરે પણ નહિ.
અને તમને ખાનગીમાં વાત કરું, તો ઈશ્વર કંઈ એટલો બધો સમજદાર પણ લાગતો નથી! એક સામાન્ય જાદુગર પણ તેને છેતરી જઈ શકે અને તેની પાસે લોકોને ડરાવવા માટેની મેઘ-ગર્જના અને વરસાદની ઝડીઓ ન હોય, તો તો ગામડાંનાં છોકરાં પણ પાસે જઈને તેની દાઢી ખેંચી આવે! અરે, તેના પ્રતિસ્પર્ધી પેલા સાપ જેટલી પણ તેનામાં અક્કલ કયાં છે? એ સાપ તો ખરેખર એક અદ્ભુત કલાકાર છે. હું આટલી સુંદર છું, તેનું કારણ તેણે મને આ બધાં આકર્ષણોથી શોભાવી છે, એ જ છે. તેણે જ મને મારા વાળ ગૂંથતાં શીખવ્યું છે, તથા નખ શણગારીને મારી આંગળીઓને ગુલાબી બનાવતાં પણ! તમે નાહક અત્યાર સુધી એને ખોટી રીતે સમજતા આવ્યા છો. તે સંગીતજ્ઞ તથા પ્રેમી સત્ત્વ છે. તેની સાથે તકરાર આદરીને તમે ખરી રીતે વિજ્ઞાન અને સૌંદર્ય સાથે તકરાર આદરી છે. તેથી જ તમે આટલા દુ:ખી દુ:ખી થઈ ગયા છો. અને તમારો પરમાત્મા તો તમને મદદ કરવા સરસો ટૂંકતો પણ નથી! અને તે આવી શકે એ મને સંભવિત પણ લાગતું નથી. કારણ કે, તે જો આખા વિવ જેટલો વ્યાપક હોય, તો એ સહેજ હાલવા જાય તો આખું વિશ્વ અવકાશમાંથી ટ્યુત થઈ જાય! તો મારા વહાલા સુંદર તપસ્વી, સમજો મને ચુંબન કરો!”
ઍફનુશિયસ હવે ગભરાઈ ગયો. તેને વધુ ફિકર એ વાતની પેઠી કે, આ ભીંત ઉપરની સ્ત્રી જેમ જાદુને જોરે હાલવા-ચાલવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org