________________
૧૫૨
તપસ્યા અને નિગ્રહ પેલા અવાજે જવાબ આપ્યો, “તે માણસ ભલે મરી ગયો છે, પણ એક વખત તે પોતાનું જીવન પૂરેપૂરું માણી ગયો છે; પરંતુ, તું મરી જઈશ ત્યારે જીવનનો રસ ચાખ્યા વિના જ મરી ગયો હોઈશ!”
મારાથી ભાગીને કયાં જઈશ? જ્યારથી પંફનુશિયસે તે અવાજ સાંભળ્યો ત્યારથી તે એક ક્ષણભર પણ જંપી શક્યો નહિ. પેલો અવાજે તેને સતત સંબોધન કર્યા કરતો. ભીંત ઉપરની પેલી યુવતી પણ હવે માત્ર તેના તરફ અપલક નજરે જોઈ રહેવાને બદલે વારંવાર તેને સંબોધન કર્યા કરતી:
જુઓ તપસ્વી, હું કેવી સુંદર છું; મને પ્રેમ કરો! તમારા અંતરમાં ધૂંધવાઈ રહેલા પ્રેમને મારા પ્રેમ-નીતરતા આલિંગનમાં શાંત થવા દો. મારાથી ડરો છો શા માટે? તમે મારાથી ભાગીને કયાં જશો? હું તો સ્ત્રીનું સૌંદર્ય છું. મૂરખરાજ, ફૂલોની ખુશનુમા તાજગીમાં પણ તમને મારા ચહેરાનું દર્શન થશે; તાલવૃક્ષોના સુઘટિત સૌંદર્યમાં કે કબૂતરોના મનોહર ઉયનમાં પણ હું જ તમને દેખાઈશ! હરણોની સુડોળ તરલ છલંગોમાં, કે ઝરણાંના કલરવમાં પણ હું જ તરવરતી હોઈશ! ચંદ્રની સુમધુર ચાંદનીમાં કે આંખો Íચી દો તો તમારા પોતાના અંતરમાં પણ તમે બીજું શું જોઈ શકવાના હતા?
“અહીં પોઢેલા મનુષ્ય મને તેના હૃદયે ચાંપી હતી, તે વાતને હજાર વર્ષ થયાં; તેણે મારા મેનું છેવટનું ચુંબન પ્રાપ્ત કર્યું હતું તે વાતને પણ તેટલાં જ વર્ષ થયાં, છતાં તેની આ ગાઢ નિદ્રા પણ, જુઓ, પ્રેમરસથી–તેના આનંદથી કેવી સભર ભરેલી છે!
અરે પંફનુશિયસ, તમે મને ઓળખી નહીં? હું તમારી થાઈના અસંખ્ય અવતારોમાંની એક છું. તમે વિદ્વાન છો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org