________________
તપસ્યા અને નિગ્રહ
“હવે હું એક જ પ્રવૃત્તિમાં સુખ અનુભવું છું, અને તે છે ધ્યાન-ચિંતન. જે માણસ અજીર્ણથી પીડાતો હોય, તેણે બીજા આનંદો તરફ નજર ન કરવી જોઈએ.”
૪૮
પૅનુશિયસ ડોરિયનને ભગવદ્-ધ્યાનના આનંદ તરફ વાળવા માટે યોગ્ય અધિકારી ગણીને તેને ખ્રિસ્તી ધર્મસિદ્ધાંતોનો ઉપદેશ આપવા જતો હતો, તેવામાં આસપાસના પ્રેક્ષકોએ તેઓ તરફ ગુસ્સાની નજરે જોઈ, તેમને ચૂપ રહેવા ફરમાવ્યું. આખા થિયેટરમાં સ્મશાન સમાન ચુપકીદી છવાઈ ગઈ હતી; અને થોડી વારમાં જ રંગમંચ ઉપરથી શૂર-સંગીતના સૂરો રેલાવા શરૂ થયા.
રંગમંચ ઉપર
ખેલ શરૂ થયો : સૈનિકો પોતપોતાના તંબૂઓમાંથી બહાર નીકળ્યા, અને તે જ ઘડીએ, ચમત્કારની જેમ, ચિતાની ટોચ ઉપર એક વાદળ છવાઈ ગયું. એ વાદળ ખસી જતાં, તેની જગાએ સોનેરી બખ્તરધારી ઍકિલીઝનો પ્રેતાત્મા દેખાયો. પોતાના હાથ બધા સૈનિકો તરફ લાંબા કરીને તે જાણે તેઓને સંબોધીને કહેતો હતો, “શું તમે બધા મારી ચિતાને મારો ગમતો ભોગ ચડાવ્યા વિના જ આપણા વતને પાછા ફરશો? જે વતન હું હવે ફરી કદી જોઈ શકવાનો નથી!”
તરત જ મુખ્ય મુખ્ય ગ્રીક નાયકો ચિતા આગળ ભેગા થઈ ગયા. ઍકિલીઝનો જુવાન પુત્ર તો ધૂળમાં જ આળોટી ગયો. પુલિસીસે અભિનયથી જણાવ્યું કે, તે પોતે વીર ઍકિલીઝના પ્રેતાત્માની માગણી સાથે સહમત છે.
તેણે રાજા ઍગમૅમ્નૉનને સંબોધીને એવું કહેવાનો અભિનય કર્યો – “ ઍકિલીઝ આપણા દેશ માટે વીરતાપૂર્વક લડતો મરણ પામ્યો છે. તેની ચિતા ઉપર પ્રિયામની પુત્રી કુમારી પોલિકસેનાનું બલિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org