________________
૭૫
છીએ? ખ્રિસ્તી ધર્મ માટે તેમણે ક્રૂસ ઉપર આત્મ-બલિદાન આપ્યું હતું. પોતાનું આખું જીવન તેમણે સદાચારભર્યું ગાળ્યું હતું, અને છેવટે શહીદ થઈને તે મૃત્યુને ભેટયા હતા.
""
'
થાઈ એ શબ્દો સાંભળતાં જ તરત ઘૂંટણિયે પડી અને ચોધાર આંસુએ રડવા લાગી. તેના અંતરમાં અહમસની બધી સ્મૃતિ ઊભરાઈ આવી. તેને થયું કે, અહમસ બહુ ભલો હતો; અને હવે તો તે મહાન યશસ્વી સંત ગણાય છે. તો ધનસંપત્તિ, અને ભોગવિલાસ કરતાં વધુ પ્રબળ એવી કઈ શક્તિ છે, જેનાથી માણસ બીજા બધા કરતાં આમ ઉચ્ચ બની રહે છે?”
મુલાકાત ૧
-
તે ધીમેથી ઊમી થઈ અને પછી આંસુ-નીંગળતી આંખોએ તેણે કબર પાસે જઈ, તૃષ્ણાઓથી પ્રજળતા પોતાના વિલાસી હોઠ એ ગુલામની કબરના ઠં પૃથ્થર ઉપર ચાંપી દીધા.
Jain Education International
૧૬
સુલાકાત – ૧
૧
બીજા દિવસ થતાં તો થાઈ પાછી પોતાને મનગમતા થઈ ગયેલા ભોગવિલાસોમાં વળી ગઈ! તે જાણતી હતી કે, તેનું સૌંદર્ય હજુ અક્ષત છે, પરંતુ તે તેવું ને તેવું કાયમ રહેવાનું નથી. એટલે તે હજુ છે એ દરમ્યાન અને ખપમાં લઈ, મેળવી શકાય તેટલાં સુખ અને કીર્તિ ભોગવી લેવા તેણે જાણે કમર જ કસી. રંગભૂમિ ઉપર તે હંમેશ કરતાં વધુ ચીવટ ભરેલા પ્રયત્નથી અભિનય-પ્રયોગ કરવા લાગી. તેની ચેષ્ટાઓ, અંગભંગીઓ, અને ગતિમાં વ્યક્ત થતી સુસંવાદિતા અને સૌંદર્યની સંપૂર્ણતા નિહાળીને, ફિલસૂફો તો તેમાં પરમ સત્યશિવ-સુંદર ગુણનું દર્શન કરવા લાગ્યા; ત્યારે અજ્ઞાની કૃપણ-કંગાળ લોકો તેના દર્શનમાત્રને સ્વર્ગીય આશીર્વાદ સમજવા લાગ્યા.
For Private & Personal Use Only
www.jainelibrary.org