________________
તપસ્યા અને નિગ્રહ પૂર્વે, પર્વત ઉપર, સાચો પ્રેમ શી ચીજ છે તે સમજાવવા, મોઝિને જે બળતો અગ્નિ બતાવ્યો હતો, તેની જ એક ઝળકતી જ્વાળારૂપ તને હું દેખાઉં! એ પવિત્ર પ્રેમાગ્નિ જેને પ્રજવલિત કરે છે, તે બાળીને ખાખ કરવાને બદલે તેને પાવન અને સુવાસિત કરી મૂકે છે!”
“તપસ્વી જન, હું તમારી વાત ઉપર શ્રદ્ધા મૂકું છું; તમે મને છેતરશો કે મારું અહિત કરશો એવો ડર મને હવે નથી. થિર્બદના તપસ્વીઓની વાતો ઘણી વાર મારા સાંભળવામાં આવી છે. મહા-સંત ઍન્થની અને પૉલ વિશે ચમત્કારિક વાતો કહેવામાં આવે છે. તમારું નામ મને પરિચિત નથી; પરંતુ મેં સાંભળ્યું છે કે, તમે યુવાન હોવા છતાં સાધના-તપસ્યાની બાબતમાં વૃદ્ધમાં વૃદ્ધ તપવસ્વીને પણ ટપી જાઓ એવા છો. તમને મેં જોયા કે તરત જ હું સમજી ગઈ હતી કે, તમે કોઈ સામાન્ય માણસ નથી. તો મને કહો, ભલભલા પુરોહિતો, ભવિષ્યજ્ઞો કે માંત્રિકો જે નથી કરી શકયા, તે તમે મારે માટે કરશો ખરા? – બોલો તપસ્વી, તમે જો મને ચાહતા હો, તો મને મૃત્યુમાંથી બચાવી શકશો?”
હે સ્ત્રી, જેને મૃત્યુ નથી જોઈતું પણ શાશ્વત જીવન જોઈએ છે, તે જરૂર તેને પામી શકે. પરંતુ તે માટે તારે આ બધા બીભત્સ ભોગોથી દૂર થવું પડશે; કારણ કે, એ ભોગો તને હરહંમેશ ક્ષીણ કરી રહ્યા છે. ઈશ્વરે પોતાની લાળથી જેની કણક બાંધી છે તથા પોતાના શ્વાસથી જેને ચેતન બક્યું છે, એ તારા શરીરને તું મલિન સત્ત્વોના હાથમાંથી પાછું ખેંચી લે; કારણ કે, તેઓ તો તને કરપીણ રીતે બાળી નાંખશે. તું અત્યારે કલેશ-તાપથી સતત પ્રજળી રહી છે; તેમાંથી બહાર નીકળ, અને એકાંતવાસનાં પાવનકારી ઝરણાંમાં સાંગપાંગ સ્નાન કરી શીતળ થા! રણપ્રદેશમાં કેટલાય અજ્ઞાત ઝરાઓ પરમાત્માની સેવામાં ઉપર ધસી આવે છે, તેમનાં પવિત્ર જળનું પાન કર! હે સંસારપીડિત જીવડા, આવ અને તું જે ઇચ્છે છે તે પ્રાપ્ત કર! શાશ્વત આનંદના ભૂખ્યા હે જીવ! આજે તું ઈશુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org