________________
તપસ્યા અને નિગ્રહ
શુભેચ્છાઓ છે એમ જાણજે! તારા સુંદર બાહુમાં ભિડાઈને મેં જે સુખદ આભાસો ભોગવ્યા છે, તેના બદલામાં હું વંધ્ય વિષાદ કે મિથ્યા ઇચ્છાઓ સિવાય કાંઈ તને આપી શકું તેમ નથી. તો અલવિદા ! મારી સુખદાયિની — ઉપકારિણી ! આ છેતરામણી ધરતીના પૃષ્ઠ ઉપર કુદરતે, કોણ જાણે કયાં અજ્ઞાત કારણોસર, તારા જેવી સ્પૃહણીય અને પ્રશંસનીય સ્ત્રીને અવતારી હશે ! ખેર ! અલવિદા ! થાઈ, અલવિદા ! ”
૧૧૮
નિસિયાસ આ બધું બોલી રહ્યો હતો, તે દરમ્યાન પૅનુશિયસનું અંતર ક્રોધની જવાળાથી ધગધગી રહ્યું હતું. છેવટે તે બધું અત્યંત કઠોર શાપ રૂપે તેના માંમાંથી ભભૂકવા લાગ્યું–
“દૂર થા, શાપિત શયતાન! હું તને તિરસ્કારું છું—ધિક્કારું છું. નરકના સંતાન, મારા ઉપર હમણાં પથ્થર અને અપમાન વરસાવનારાં કંગાલ દુર્ગત માણસો કરતાં પણ તું વધુ નીચ છે. તેઓ તો, પોતે શું કરી રહ્યાં છે, એ જાણતાં ન હતાં; અને તેમને માટે ઈશ્વર પાસે મેં મનમાં માગેલી માફી કદીક પણ તેમના અંતર ઉપર ઊતરશે. પરંતુ, તું તો નર્યા હળાહળ ઝેર જેવો ધૃણિત પદાર્થ છે. તારું માં હમેશ નિરાશા અને મૃત્યુ જ ઓકયા કરે છે. સેતાનના મોંમાંથી સેંકડો વર્ષ થઈને ઈશ્વર-વિરોધ રૂપે જેટલું મહાપાપ નીકળે, તેના કરતાં વધુ તારા એક સ્મિતમાં ભરેલું હોય છે. દૂર થા, દુષ્ટ, પાપી!”
નિસિયાસ તેના તરફ થોડી વાર જોઈ રહ્યો. પછી તે બોલ્યો, “ ભાઈ, તનેય વિદાય ! જીવનના અંત સુધી ભલે તું તારી શ્રદ્ધા, તિરસ્કાર અને પ્રેમનો ખજાનો કાયમ રાખે! થાઈ, તને પણ વિદાય! તું મને ભલે ભૂલવા પ્રયત્ન કરે; હું તે! તને યાદ કર્યા જ કરીશ.
આટલું કહી, તે ઊંડા વિચારમાં પડી જઈ, અલેકઝાંડ્રિયાના કબ્રસ્તાન આગળ થઈને પાછો શહેર તરફ વળ્યો. કબ્રસ્તાનની આસપાસની દુકાનોમાં અંતિમક્રિયા વખતે શબ સાથે દાટવાની દેવ-દેવી, સ્ત્રીઓ, પાંખાળા દેવદૂતો વગેરેની માટીની બનાવેલી મૂર્તિઓ વેચાતી
Jain Education International
""
For Private & Personal Use Only
www.jainelibrary.org