________________
૧
સિદ્ધિના વળગાડ લાવ્યા !
૧
પેનુશિયસ હવે તેના આામના રણપ્રદેશ તરફ પાછો ફર્યો. ઍથ્રિબિસ પાસે ઍબટ-સેરાપિયાં · મઠ માટે ખાધાખોરાકીની સામગ્રી લઈ એક જહાજ જતું હતું તે તેણે પકડયું અને નાઇલ નદીમાં ઊભે પ્રવાહે એ જહાજમાં જ બાકીની મુસાફરી તેણે પૂરી કરી. અલેકઝાન્ડ્રિયામાં તેણે મેળવેલી સિદ્ધિની વાત કયારની આ તરફ પહોંચી ગઈ હતી. આ બધા નિર્જન રણમાં રહેતા તપસ્વીઓને પોતાના ધર્મસંઘને લગતી સારી-માઠી કોઈ પણ ખબર, રણના તોફાનની પેઠે, બહુ ઝડપથી અને કોઈ અજ્ઞાત સાધનો દ્રારા પહોંચી જતી હોય છે.
પૅફન્નુશિયસ વહાણમાંથી નીચે ઊતર્યો, ત્યારે તેના શિષ્યો તેને આવકારતા ઘેરી વળ્યા. કેટલાકે આકાશ તરફ હાથ ઊંચા કર્યા, ત્યારે કેટલાકે જમીન ઉપર સાષ્ટાંગ દંડવત્ કરીને તેનાં પગરખાંને ચુંબન કર્યાં.
પૅફનુંશિયસ હોડીમાંથી ઊતરી, પગપાળો, રેતીને રસ્તે, પોતાની ઝૂંપડી તરફ ચાલવા માંડયો, ત્યારે તેના શિષ્યો ઈશ્વરનાં ગુણગાન ગાતા તેની પાછળ પાછળ ચાલ્યા. લેવિયને તો શીઘ્ર સ્ફુરણાથી પૅનુશિયસની અદ્ભુત સિદ્ધિનું વર્ણન કરતું સ્તોત્ર જ રચીને મોટેથી ગાવા માંડયું.
જ્યારે સૌ મહંતની ઝૂંપડીએ આવી પહોંચ્યા, ત્યારે તેમણે ઘૂંટણિયે પડીને, તે શુભ દિવસ ઊજવવા નિમિત્તે, ખોરાક સાથે ભેળવવા તેલનું માપ માગ્યું.
Jain Education International
૧૨૭
For Private & Personal Use Only
www.jainelibrary.org