________________
૧૪૮
તપસ્યા અને નિગ્રહ ઉપર હકૂમત ચલાવશે. વળી જેમ આત્મા શરીર ઉપર શાસન કરે છે, તેમ ધર્મસંઘ આખા સામ્રાજ્ય ઉપર શાસન કરશે; બધા સેનેટરો અને દરબારીઓની ઉપર તારું સ્થાન રહેશે. તે લોકોનાં લોભ અને કામનાનું નિયંત્રણ કરશે અને બર્બરોની ધૃષ્ટતાને ડારશે. બુઠ્ઠો કોટ્ટા તને રાજ્યતંત્રનો શિરોમણિ બનેલો જોઈ, તારા પગ ધોવા આવશે. મૃત્યુ બાદ તારા વાળનો જન્મો અલેકઝાન્ડ્રિયા લઈ જવામાં આવશે ત્યારે યશસ્વી ઍથનેશિયસ પણ સંતનો અવશેષ ગણી તેને ચુંબન • કરશે!”
ઍફનુશિયસે જવાબ આપ્યો-“ભગવાનની મરજી પાર પડો !”
આટલું કહી તે ઊભો થઈ નિસરણીએથી નીચે ઊતરવા ગયો, તેવામાં પેલા અવાજે તેનો ઇરાદો કલ્પી લઈને તરત કહ્યું- “નિસરણીએ થઈને રખે ઊતરતો! એ તો સામાન્ય જનોચિત કૃત્ય કહેવાય. તને તારામાં ઊતરેલી શક્તિઓ અને સિદ્ધિઓનો
ખ્યાલ નથી. તારા જેવો મહાત્મા તો હવામાં ઊડીને જ વિચરણ કરે. માટે તું હવામાર્ગે જ ગતિમાન થા!”
ઍફનુશિયસે કહ્યું – “જેવી પ્રભુની આજ્ઞા!”
આટલું કહી, તે હાથ ફેલાવી હવામાં કૂદકો મારવા જતો જ હતો, તેવામાં અચાનક એક મજાકભર્યું વિદ્રપ હાસ્ય તેના કાને પડ્યું. ભયચકિત થઈ, તેણે પૂછ્યું - - “આમ કોણ હસે છે?” - “વાહ! તું મને ઓળખી શકતો નથી? કારણ કે, હજુ તો આપણી મૈત્રીની શરૂઆત જ થઈ છે; વખત જતાં તું મને વધુ સારી રીતે ઓળખશે. મિત્ર, મેં જ તને આ થાંભલા ઉપર ચડવા પ્રેર્યો છે, અને તું જે રીતે મારી ઈચ્છાઓને અધીન થયો છે, તેથી મને પૂરો સંતોષ થયો છે. પંફનુશિયસ, ખરેખર હું તારા ઉપર ખુશ છું!”
Vફેશિયસ એકદમ ભયથી રૂંધાતા અવાજે બોલી ઊઠ્યો –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org