________________
૧૩૮
તપસ્યા અને નિગ્રહ
વિના ન રહ્યો કે, ભગવાને પોતાને સર્વ સાધુ-તપસ્વીઓ માટે કેવો દૃષ્ટાંતરૂપ બનાવી મૂકયો છે!
પેલા બંને મહંતોએ ત્યાં આવી તેની આ વિચિત્ર તપશ્ચર્યા જોઈ. પછી અંદર અંદર ચર્ચા કરી લઈને તેમણે પૅનુશિયસને સ્તંભ ઉપરથી નીચે ઊતરી આવવા સલાહ આપતાં કહ્યું —
66
આ જાતની તપશ્ચર્યા બધી ચાલુ પરંપરાઓની વિરુદ્ધ છે, મનસ્વી છે, તથા બધા નિયમોથી ઊલટી છે.”
પણ પૅનુશિયસે ઉપરથી જ જવાબ આપ્યો –
66
તપસ્વી-જીવન પોતે જ અનોખી અને મનસ્વી વસ્તુ નથી તો બીજું શું છે? ઉપરાંત, પરમાત્મા પાસેથી મળેલી નિશાની અને આદેશ અનુસાર હું આ સ્તંભ ઉપર નિવાસ કરું છું; તેથી પરમાત્મા પાસેથી જુદી નિશાની કે આદેશ મળશે, તો જ હું નીચે ઊતરીશ.”
ર
પછી તો બીજા પણ કેટલાય તપસ્વી સાધુજનો પૅનુશિયસના શિષ્યો સાથે જોડાવા આવતા અને આસપાસ નવી નવી ઝૂંપડીઓ બાંધ્યે જતા. એમ જાણો કે, ત્યાં એક સ્તંભતીર્થ જ બનતું ગયું! કેટલાક તો સંત મૅફન્નુશિયસના અનુકરણમાં એ ખંડેર-સ્તંભો ઉપર વસવાટ કરવા લાગી જતા; પણ પછી તેમના ધર્મબંધુઓ તરફથી ઠપકો મળતાં તથા થાક અને ત્રાસથી દુ:ખી થઈ જતાં, થોડા વખતમાં જ એ પ્રયત્ન છોડી દેતા.
યાત્રાળુઓ પણ હવે દૂર દૂરથી આવવા લાગ્યા. મુસાફરીમાંથી ભૂખ્યા અને તરસ્યા તેઓ ત્યાં આવી પહોંચે, ત્યારે તેમને તાજું પાણી અને તરબૂચ વેચવાનો વિચાર એક ગરીબ વિધવાને આવ્યો તેણે સ્તંભતીર્થને અઢેલીને જ પોતાની દુકાન લગાવી દીધી. એનું જોઈને એક ભઠિયારાએ ત્યાં ભઠ્ઠી લગાવી દીધી અને રોટી-રોટલા શેકી શેકીને વેચવાના શરૂ કર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org