________________
એકદંડિયે તાનિવાસ
પોતાના આશ્રમમાંથી નીકળીને, રાત અને દિવસ ચાલતો પેફનુશિયસ પોતે નિરધારેલા એક પ્રાચીન મંદિરના ખંડેર પાસે જઈ પહોંચ્યો. અલેક્ઝાંડિયા જતી વખતે તેણે એ ખંડેર જોયું હતું. તેના અવશેષો અનેક શિલાતંભો ઉપર ખડા હતા અને તે સ્તંભોની ટોચ ઉપર માનવ મુખાકૃતિઓ કે કમલ-પુષ્પની આકૃતિઓ હતી. એ ખંડેરના એક છેડે એક સ્તંભ એકલદોકલ છટો ખડો હતો. તેની ટોચ ઉપર તેના કળશ સમી સ્ત્રીની મુખાકૃતિ હતી; તેના બે લમણામાંથી ગાયનાં બે શિંગડાં ફૂટી નીકળતાં હોય તેમ કોતરેલાં હતાં.
ઍફનુશિયસ તેને જોતાંવેંત ઓળખી ગયો કે, તેને સ્વપ્નમાં દેખાયેલો સ્તંભ એ જ હતો. તેણે અંદાજ કાઢી જોયો તો તે સ્તંભ લગભગ બત્રીસ હાથ ઊંચો હતો. તેણે તરત જ પાસેના ગામડામાં જઈ, એક સુતાર પાસે એટલી ઊંચાઈની નિસરણી બનાવરાવી. પછી તેને થાંભલાને ટેકે ગોઠવીને તે એની ઉપર ચડ્યો.
ઉપર જઈ, તેણે ઘૂંટણિયે પડીને પ્રભુને પ્રાર્થના કરી
“હે પ્રભુ, તમે મારે માટે આ નિવાસ પસંદ કર્યો છે, તો મારી આખરી ઘડી સુધી તમારી કૃપાથી હું અહીં રહું, એમ કરજો.”
ઍફનુશિયસે પોતાની સાથે કશું ખાવાપીવાનું રાખ્યું નહોતું. ભગવાનની મરજી હશે તો, આસપાસના ખેડૂતો તેને એ થાંભલાના ઘર ઉપર જ ખાવા-પીવાનું પહોંચાડશે, એવી શ્રદ્ધા તેણે બાંધી હતી. અને વસ્તુતાએ પણ, બીજે જ દિવસે, નવ કલાક પૂરા નહોતા
૧૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org