________________
૧૪૪
તપસ્યા અને નિગ્રહ ગયેલી મેં જોઈ છે. ક્રિયાન જ્યારે નાનો હતો ત્યારે તોતડો હતો અને મૂરખ હતો. પણ એક નિસરણી ઉપરથી પડવાથી તેની ખોપરી ફૂટી ગઈ, ત્યાર પછી તે એક મહા નિષ્ણાત કાયદાશાસ્ત્રી બની ગયો. આ સાધુને પણ કોઈ ને કોઈ અંગમાં છૂપો રોગ હોવો જોઈએ. ઉપરાંત, આ જાતનો વ્યવહાર તમે માનો છો એટલો મુશ્કેલ કે અસામાન્ય નથી. ભારતમાં કેટલાય હઠયોગીઓ એકાદ વરસ નહિ, પણ વીસ-ત્રીસ-ચાલીસ વર્ષ સુધી, એક જ સ્થાને નિશ્ચલ થઈને રહેતા મેં સાંભળ્યા છે.”
કોટ્ટાએ જવાબ આપ્યો, “જ્યુપિટરના સોગંદ! આ તો ભારે વિચિત્ર ગાંડપણ ! કારણ કે, માણસ તો હાલવા-ચાલવા અને કામકાજ કરવા જન્મેલું પ્રાણી છે. આળસપૂર્વક એક જગાએ આમ સ્થિર થઈને બેસી રહેવું, એ તો અક્ષમ્ય ગુનો જ ગણાય; કારણ કે, એથી રાજ્યને નુકસાન થાય છે. ભલે કેટલાક એશિયાઈ ધર્મોમાં આવી વાંધાભરેલી પ્રવૃત્તિ માન્ય રખાતી હશે; પરંતુ, મારી જાણ મુજબ, બીજા કોઈ ધર્મમાં એ માન્ય રખાઈ હોય એવું સાંભળ્યું નથી. હું જ્યારે સીરિયાનો ગવર્નર હતો, ત્યારે હેરા નગરના દરવાજા આગળ ઊભી કરવામાં આવેલી લિંગાકૃતિઓની ટોચ ઉપર એક માણસ વર્ષમાં બે વખત ચડતો અને એક એક અઠવાડિયું ત્યાં રહેતો. ત્યાંના લોકો એમ માનતા કે, ત્યાંથી તે દેવો સાથે વાતો કરે છે, તથા સીરિયાના લોકોની સમૃદ્ધિ માટે વકીલાત કરે છે. એ પ્રથા મને તો અર્થહીન લાગતી હતી; પણ લોકોની રૂઢિઓ અને પરંપરાઓમાં હસ્તક્ષેપ કરવો એ રાજપુરુષનું કામ નહીં; તેથી એ રૂઢિનો નિષેધ નહોતો કર્યો. લોકો ઉપર નવો ધર્મ ઠોકી બેસાડવો, એ સરકાર માટે વાજબી ન કહેવાય; ઊલટું, લોકો જે કંઈ ધર્માચાર પાળતા હોય તેનું તેણે . સંરક્ષણ કરવું જોઈએ. તે આચાર સારો હોય કે ખોટો, પણ તે સ્થળની તે કાળની ભાવનાઓને એ અનુરૂપ હોઈ, તેના બળે જ તે ટકી રહેતો હોય છે. અને લોકોના આચાર-વિચારમાં સરકાર હસ્તક્ષેપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org